પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 7 પોલીસ જવાનોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે ! જાણો શુ વિવાદ હતો…
હાલમાં ગુજરાત પોલીસમાં અનેક પોલીસોની બદલી કરવામાં આવી છે, ત્યારે ફરીએકવાર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જુગારના કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. મહિડા સહિત 7 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.
આ જુગારના કેસમાં મુખ્ય સુત્રધાર સામે કાર્યવાહી કરવાને બદલે તેઓને છોડી મૂકવામાં આવતા પીઆઈ વી.એન.મહિડા સહિત સાત પોલીસ કર્મચારીઓ સામે ક્રાયવાહી કરવામાં આવી છે.આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, મકરપુરા પોલીસ સ્ટેશમાં તા. 13 ઓગષ્ટ, 2022ના રોજ મકરપુરા વિસ્તારમાં એક જુગારનો ગુન્હો નોંધાયો હતો.મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન. મહિડા અને અન્ય 6 પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગુનાના એક આરોપીની અટકાયત કરવાના સ્થાને કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર છોડી મૂકવામાં આવ્યો હતો.
શ્રાવણીયો જુગાર પકડાયો હતો. તે ભાજપાના એક અગ્રણીનું મકાન હતું. જુગાર પકડાયા બાદ ભાજપાનાજ કેટલાંક કાઉન્સિલરો પોલીસ મથકમાં પહોંચી ગયા હતા. અને જુગારનો કેસ ન કરવા માટે દબાણ પણ કર્યું હતું. જોકે, પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. પરંતુ, ભાજપાના અગ્રણી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ જુગારના દાવ ઉપરથી રૂપિયા 8 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ પકડ્યો હતો. પરંતુ, મુદ્દામાલ પણ પુરતો બતાવ્યો ન હતો. દરમિયાન આ અંગેની એક અરજી પોલીસ કમિશનર પાસે પહોંચી હતી. જેઓની તપાસમાં મકરપુરા પોલીસ મથકના પી.આઇ. તેમજ પોલીસ કર્મીઓએ દાખવેલી બેદરકારી સામે આવતા પી.આઇ. સહિતને સાતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
જુગારના કેસમાં એકજ પોલીસ મથકના પી.આઇ. સહિત 7 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા શહેર પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, મકરપુરા પોલીસ છેલ્લા કેટલાંક સમયથી વિવાદમાં આવ્યું હતું.સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓના નામ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન.મહિડા, એ.એસ.આઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ, તુલસીદાસ ભોગીલાલ, વિનોદભાઈ શંકરભાઈ, ઈશ્વરભાઈ ચંદુભાઈ, લોકરક્ષક જીતેશભાઈ માધાભાઈ, લોકરક્ષક મનસુખભાઈ ભાણાભાઈ
ઉલ્લેખનિય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.મહિડા અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની હાજરીમાં ગેરકાયદેસર દબાણોનો સર્વે કરવા ગયેલી ટીમ ઉપર હુમલાનો પ્રયાસ થયો હતો. જે બાદ માથાભારે તત્વો સામે પગલાં લેવામાં કાર્યવાહક પોલીસે ઢીલીનીતિ રાખતા વિવાદ થયો હતો. શહેર પોલીસ કમિશનર ડો.સમશેર સિંહે કારેલીબાગ પીઆઇની ટ્રાફિકમાં બદલી કરી હતી. જ્યારે વડોદરા પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાગમટે બદલી પણ કરી હતી.
તાજેતરમાંજ પીઆઇ વી.એન. મહિડાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ બેથી ત્રણ કિસ્સામાં વિવાદમાં આવ્યા હતા. બે દિવસ પહેલા મકરપુરા પોલીસના બે જવાનો બુટલેગર પાસે રૂપિયા લેતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જ્યારે ગઈકાલે પીસીબીએ બુટલેગર પ્રવીણ લાલાને ત્યાં રેડ પાડી બે કાર તેમજ દારૂના જથ્થા સાથે 9 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેથી શહેર પોલીસ કમિશનરે પીઆઇને સસ્પેન્ડ કરવાનું પણ એક કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અગાઉ કારેલીબાગ વિસ્તારમાં પીઆઇ મહિડાની હાજરીમાં માથાભારે ગુનેગારે ડેપ્યુટી મેયર અને શહેર ભાજપ પ્રમુખ ઉપર હુમલો થયો હતો. જેના આરોપી સામે ઢીલી કાર્યવાહીનો આરોપ તેમની ઉપર થયો હતો અને પીઆઇ સહિતના આખા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફને બદલી નખાયો હતો. તેમ છતાં મહિડાએ ફરજમાં બીજી વાર બેદરકારી દાખવતા કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
