Gujarat

પોલીસ આખરે બાળકની માતાને શૉધી આવી, જાણો કોણ છે તેની મા…

હાલમાં જ એક એવી ઘટના બની જેના પગલે ગુજરાતની સમગ્ર પ્રજા ધ્રુજરી ગઈ હતી. આપણે જાણીએ છે કે, સ્મિત નામનો બાળક જ્યારથી મળ્યો ત્યાર થી સરકાર પણ તેને શોધવા માટે દોડી ઉઠી હતી અને આખરે તંત્રની મહેનતના કારણે પિતાને શોધી કાઢ્યો હતો. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું હતું છે કે, બાળકનું સાચું નામ શિવાંશ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પિતા સચિન દીક્ષિત દ્વારા તેને તરછોડી દેવાયાનો હતો. ત્યારે મોડી રાત્રે પોલીસ દંપતિને કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે.  સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્ને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. જેમાં શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે.

ગાંધીનગર પોલીસે 100થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું. સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી.20 કલાકની તપાસ પછી બાળકનું અસલી નામ શિવાંશ હોવાનું ગૃહ મંત્રીએ જાહેર કર્યું હતું. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા સાથે રાજસ્થાનના કોટા ભાગી ગયો છે

જ્યારે શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે. પોલીસ સચિને કેવી રીતે શિવાંશને ગાંધીનગર લાવ્યો, અને બાળકને ત્યજી ને ક્યાં ક્યાં ગયો તેની પુછતાછ કરી રહી છે. જ્યારે સચિનની પત્ની અનુરાધાના પિયર કોટામાં સામાજિક પ્રસંગમાં ગયા હોવાનું રટણ કરે છે.આઆગામી દિવસોમાં ખબર પડશે કે આખરે ક્યાં કારણે છોકરાને તરછોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!