ગુસ્સે ભરાયેલા ટોળા એ પોલીસ સ્ટેશનને આગ ચાંપી તો પોલીસે પણ એવી કાર્યવાહી કરી કે બુલડોઝર લઈ ને….
હાલમાં એક એવી ઘટના બની, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આસામના આગાંવ જિલ્લામાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત થયા બાદ ગુસ્સે ભરાયેલી ભીડે બાતાદ્રવા પોલીસ સ્ટેશનમાં આગ લગાડી હતી. વહીવટીતંત્રએ હિંસામાં સામેલ ત્રણ લોકો સામે કાર્યવાહી કરી છે અને તેમના ઘરોને બુલડોઝરથી તોડી પાડ્યા છે.
નાગાંવ જિલ્લા વહીવટી તંત્રએ પોલીસ અટકાયતમાં થયેલા મોત અંગે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.પોલીસ સ્ટેશનના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રવિવારે ગામમાં બુલડોઝર પહોંચ્યું અને હિંસામાં સામેલ લોકોના ઘરને તોડવામાં આવ્યા હતા.આ ઘટનામાં સામેલ હતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જોકે તેનો અર્થ એ નથી કે હિંસા કરી પોલીસ સ્ટેશનને આગ લગાડવામાં આવે.
હકીકતમાં પોલીસે આ વિસ્તારના એક માછલી કારોબારીની અટકાયત કરી હતી. તેનાથી રૂપિયા 10 હજારની લાંચ માગવામાં આવી હતી. બાદમાં આ વ્યાપારીનું મોત થયું હતું. આ અંગે પરિવારે કહ્યું કે પોલીસે અટકાયતમાં લેવામાં આવ્યા બાદ કસ્ટડીમાં મોત થયું હતું. મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ સફીકુલ ઈસ્લામ હતું.
નાયબ પોલીસ મહાનિરીક્ષક સત્યરાજ હઝારિકાએ જણાવ્યું હતું કે ગઈકાલે બટાદ્રાવા પોલીસ સ્ટેશનમાં આગ લગાડવાની ઘટનાના સંબંધમાં અમે 21 લોકોની અટકાયત કરી છે. આ કેસમાં ચાર મહિલાનો સમાવેશ થાય છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને સાવચેતરૂપ સમાન છે. આ ઘટના ક્રમમાં એક તરફ પ્રજા તો બીજી તરફ તેના રક્ષક હવે આ બંને ભરેલ પગલાનું પરિણામ શું આવે એ વિચારવા જેવું છે.