ઇન્સ્ટાગ્રામ પર વીડીઓ મુકવા માટે ટ્રેનના પાટા પર યુવક વિડીઓ બનાવી રહયો હતો અને ટ્રેન આવતા…
ક્યારેક જીવનનો શોખ જ મોતનું કારણ બની જાય છે, ખરેખર આપણે જાણીએ છે કે, હાલમાં જ થોડા દિવસો પહેલા જ રેલવે મંત્રી એક વિડિયો શેર કર્યું હતો અને કહ્યું હતું કે સ્ટંટ કરવો એ બહાદૂરી નથી પણ મુખર્તાની નિશાની છે. ખરેખર આ વાત સત્ય છે.હાલમાં સોશિયલ મીડિયામાં પોતાની તસ્વીરો પોસ્ટ કરવા યુવાનો અલગ અલગ જગ્યાએ જઈને ફોટોગ્રાફી કરે છે.
આ સ્થાનોમાં રેલવેના પાટા ખૂબ જ જાણીતી જગ્યા છે.
હાલમાં જ એક ગંભીર ઘટના બની જે આજના દરેક યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ માટે સ્ટંટ વીડિયો બનાવવા ચાલતી ટ્રેનની સામે આવેલા એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. યુવકનો વીડિયો તેનો મિત્ર બનાવી રહ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, રવિવારે સાંજે યુવક તેના મિત્ર સાથે રેલવે ટ્રેક પર ગયો હતો.
ફિલ્મી સ્ટાઈલમાં યુવક પાછળથી આવતી ટ્રેનની આગળ ચાલી રહ્યો હતો, અચાનક ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત નીપજ્યું હતું. મિત્રના મોબાઈલમાંથી મળેલા વીડિયો પરથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.મૃતકના મિત્ર પાસેથી જાણવા મળ્યું કે તે ટ્રેનની એકદમ નજીક આવ્યા બાદ સંજુ આગળ વધી શક્યો ન હતો, યુવકને ટ્રેક પર જોઈને ટ્રેનના ડ્રાઈવરે પણ હોર્ન આપ્યું પરંતુ તે ત્યાં થી નીકળે તે પહેલા જ તે એન્જિન સાથે અથડાઈ ગયો. માથામાં ગંભીર ઈજા થતાં તેના મિત્રએ કોઈક રીતે પોલીસને જાણ કરી હતી.
સંજુ નામના યુવકને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સોમવારે બપોરે યુવકનો મૃતદેહ પીએમ બાદ અંતિમ સંસ્કાર માટે સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે સંજુને તેના એકાઉન્ટ પર ફિલ્મી સ્ટાઈલમાં આવા વીડિયો અપલોડ કરવાની આદત હતી, તેનો શોખ તેના માટે ઘાતક સાબિત થયો.આઆ ઘટના આજના દરેક યુવા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) November 22, 2021