આ બે કોન્સ્ટેબલ એ છેલ્લા ચાર વર્ષમા એવુ કામ કર્યુ કે જાણીને તમે પણ સલામ કરશો ! જાણો શુ છે પુરી વાત…
આપણે અનેક વખત જોતા હોય છે લોકો મા એવી ફરિયાદ હોય છે કે પોલીસ નાના કામ જેમા કે સાઈકલ ચોરી , ફોન ચોરી જેવા કેસો મા ધ્યાન નથી આપતા પરંતુ ઘણીવાર ખરેખર આવુ નથી હોતું. પોલીસ પોતાની રીતે શક્ય તપાસ કરી ને આ કેસ મા ધ્યાન આપતી હોય છે ત્યારે એવા જ બે પોલીસમેન ની આપણે વાત કરી શુ જેણે છેલ્લા ચાર વર્ષ મા અનેક ખોવાયેલા અને ચોરાયેલા ફોન શોધી મુળ માલીકો ને પરત કર્યા છે.
આપણે જે બે પોલીસમેન ની વાત કરવા જઈ રહ્યા છે તેનુ નામ હરપાલસિંહ ગોહિલ અને અર્જુન સિંહ ઝાલા છે. બન્ને પોલીસમેન વટવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હતી. આ બન્ને કોન્સ્ટેબલ પીઆઈ સિસારાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરે કરી છે જેમા તેવો એ નાગરિકોના ચોરી થયેલા ફોન પરત મેળવી આપ્યાછે , એટલુ જ નહી 32 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ હતી જે પૈકી 31 ને પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ બન્ને પોલીસમેન છેલ્લા ચાર વર્ષ થી આ કામગીરી કરી છે જેમા તેવો એ 430થી વધુ ચોરીના મોબાઈલ શોધી મૂળ માલિકને પરત આપી 32 આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં 100થી વધુ એવા ફોન શોધી કાઢયા હતા જેમના માલિકોએ પોલીસ ફરિયાદ કે અરજી પણ કરી ન હતી તેમને ચોરાયેલા ફોન પરત આપ્યા હતા.
આ બાબતે અર્જુનસિંહ ઝાલા એ જણાવ્યુ હતુ કે “હરપાલસિંહની બદલી થયા બાદ હું ચોરીના મોબાઈલ ફોન શોધવાની કામગીરી કરી રહ્યો છુ. સાઈબર ક્રાઈમની કામગીરીમાં મોબાઈલ ફોન ઉપરાંત અમે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને યુવતીને હેરાન કરતા કેસોનું પણ ડિટેકશન કર્યું છે.”
જ્યારે આ બાબતે વટવાના તત્કાલિન પીઆઈ અને હાલમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પીઆઈ એચ.વી.સિસારાએ જણાવ્યું હતું કે ખમતીધર લોકોનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો તે નવો ખરીદી લેશે પરંતુ ચાર પાંચ હજારનો મોબાઈલ ખરીદનારા ગરીબ વ્યકિતનો ફોન ચોરાય તો તેની હાલત કફોડી થઈ જાય છે. અમે જ્યારે તેમને ફોન પાછો મળી ગયાના સમાચાર આપીએ ત્યારે તેમનો ભાવ જોઈને ખૂબ સારું લાગે છે.
