India

જે કામ 17 પોલીસ ઓફિસરો ના કરી શક્યા તે કામ DSP આશીષ પટેલે કરી બતાવ્યુ! જાણો પૂરો ઘટનાક્રમ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ દુનિયામાં એવા બનાવો બને છે. જે આપણને વિચારમાં મૂકી દે છે. મિત્રો આપણી દુનિયા આમતો ઘણી મોટી છે. જેના કારણે જો કોઈ વ્યક્તિની તલાશ કરવી હોઈ તો તે મુશ્કેલ છે. પરંતુ કહેવાય છે કે ગોતવાથી તો ભગવાન પણ મળી જાય છે. તો પછી મનુસ્ય શું છે. તેમાં પણ એક ઘણો જ ફેમસ ડાયલોગ છે કે ” કિસી ચીજ કો અગર પુરી સીદત સે ચાહો તો પુરી કાયનાત ઉસે આપશે મિલનેકી કોસીસ મેં લગ જાતિ હે ” જોકે આ માટે મહેનત કરવી જરૂરી છે.

આપણે અહીં એક એવાજ કેશ વિશે વાત કરવાની છે કે જ્યાં એક ઓફિસરે એવું કામ કરી બતાવ્યું જેને તેમની આગળના 17 ઓફિસર પણ નહોતા કરી શકીયા. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં સસંવિધાન અને લોકોની રક્ષા માટે પોલીસ છે. લોકોને જયારે પણ મદદની જરૂર હોઈ કે તેમના પર કોઈ મુસીબત આવી પડે ત્યારે લોકો પોલીસ પાસે જ મદદ માંગે છે. પોલીસ દ્વારા પણ તમામ લોકોની મદદ કરવામાં આવે છે. અને પોલીસ સતત લોકોની મદદ કરવા માટે તૈયાર રહે જેના કારણે લોકો નો વિશ્વાસ પોલિશ પર વધુને વધુ વધવા લાગે છે.

મિત્રો આપણે અહીં એક એવા જાંબાઝ પોલીસ અધિકારી વિશે વાત કરવાની છે કે જેમણે 10 વર્ષ જૂનો કેશ સોલ્વ કર્યો છે. આ જાંબાઝ અધિકારી પહેલા 17 અન્ય અધિકારીઓ એ પણ આ કેશ સોલ્વ કરવા અંગે પ્રયત્ન કર્યા હતા. જો કે ઘણી મહેનત કરવા છતાં પણ તેમને નિરાશા હાથ લાગી હતી. તો ચાલો આપણે આ જાંબાઝ પોલીસ અધિકારી અને આ કેશ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

મિત્રો આ ઘટના મધ્ય પ્રદેશ ના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ વિકાષખંડ માં આવેલ રેલા કોટડા ગામની છે. કે જ્યાં એક યુવતી આશરે 10 વર્ષ પહેલા રહસ્યમય રીતે ગુમ થઇ હતી. જણાવી દઈએ કે આ યુવતી વર્ષ 2011 માં પોતાના ગામથી ગુમ થઇ હતી. જો વાત આ યુવતી અંગે કરીએ તો તેનું નામ સંતોષી મોરી છે. જયારે તેમના પિતાનું નામ કાલુ મોરી છે. જણાવી દઈએ કે આ યુવતી જયારે 17 વર્ષની હતી ત્યારે તે પોતાના પરિવારથી કોઈ વાતને લઈને નારાજ હતી. તેવામાં એક દિવસ પોતે તળાવમાં નાહવા જાય છે. તેમ કહી સંતોષી પોતાના ઘરેથી નીકળી પરંતુ તે પરત ઘરે ન આવી.

જયારે ઘણો સમય થઇ ગયા બાદ પણ સંતોષી ઘરે પરત ના ફરી પછી તેમના પરિવાર ના લોકોને ચિંતા થતા તેમણે સંતોષી ની તાપસ શરુ કરી ઘણી તપાસ કર્યા છતાં પણ જયારે સંતોષી મળી નહિ જે બાદ પરિવાર ના લોકોએ તેના ગુમ થાય હોવાની રિપોર્ટ ઝાબુઆ જિલ્લાના પેટલાવદ પોલીસ સ્ટેશન પર લખાવ્યો જે બાદ અહીંના 17 ડીએસપી રેંકના અધિકારીએ તેને શોધવા માટે અલગ અલગ પ્રયત્ન કર્યા છતાં પણ સંતોષી ના મળતા પરિવાર, અને ગામના લોકોએ એવું માની લીધું કે તળાવમાં કોઈ મગર સંતોષીને ખાઈ ગયો હશે. જેના કારણે લોકોએ તેને મૃત માની લીધી જો કે આ બાદ આ વિસ્તારના નવા ડીએસપી તરીકે આશિષ પટેલ ની વરણી થઇ અને જે કામ તેમની આગળ ના 17 પોલીસ અધિકારી ના કરી શક્યા તે કામ તેમણે કરી બતાવ્યું જણાવી દઈએ કે ડીએસપી આશિષ પટેલે આ યુવતી ને શોધી કાઢી છે. હાલ તેની ઉમર 27 વર્ષ છે.

જો વાત આ યુવતી કઈ રીતે ? કાયથી ? મળી તે તમામ બાબત અંગે કરીએ તો જણાવી દઈએ કે મીડિયા સાથે થયેલ વાતચીત માં ડીએસપી આશિષ પટેલે જણાવ્યું કે જયારે તેઓ આ જિલ્લામાં આવ્યા ત્યારે સંતોષીનો 10 વર્ષ પહેલાનો કેશ લગભગ બંધ થઇ ગયો હતો. જો કે વિસ્તારના એસપીએ આ કેશ ફરી ખોલવા અને તેની તાપસ કરવા ડીએસપી આશિષ પટેલ ને કહ્યું જે બાદ ડીએસપી આશિષ પટેલે આ ચુનોતી સ્વીકારી અને સંતોષી ની તપાશ શરુ કરી.

આ માટે સૌ પ્રથમ ડીએસપી આશિષ પટેલ અને તેમની ટીમે સંતોષીના પરિવાર અને ગામના લોકોની પૂછતાછ શરુ કરી જેમાં તેમને જાણવા મળ્યું કે આ પરિવાર ઘણી વખત ભોપાલ માં મજૂરી કામ કરવા જતા હતા. માટે ડીએસપી આશિષ પટેલ દ્વારા તે સમયે ટ્રેન દ્વારા ગયેલ લોકોની તપાશ શરુ કરી અને ભોપાલ જવાનું નક્કી કર્યું. જણાવી દઈએ કે સંતોષી એક આદિવાસી કુટુંબ માંથી આવતી હતી. જો કે આ અગાઉના અધીકારીઓ પણ સંતોષી ની તપાશ માટે ભોપાલ ગયા હતા કે જ્યાં તેમનો પરિવાર મજૂરી કરવા જતો હતો. પરંતુ સંતોષી ત્યાં હતી નહિ.

તેવામાં ડીએસપી આશિષ પટેલ અને તેમની ટિમ દ્વારા પરિવાર દ્વારા જણાવેલ સ્થળો ઉપરાંત અન્ય નવા સ્થળો પણ તપાશ માટે નક્કી કરવામાં આવ્યા. તેવામાં ડીએસપી આશિષ પટેલ અને તેમની ટિમ ભોપાલ ના લાલ ઘટી વિસ્તારમાં પહોંચ્યા અહીં એક ઘરમાં આદિવાસી જેવા કપડાં જોઈને તેમને સંતોષી અહીં હોવા અંગે ખાતરી થઇ જે બાદ પોલીસ ટિમ બેન્ક ના ઓફિસર તરીકે ના કપડાં પહેરીને આ ઘરમાં ગયા અને જણાવ્યું કે તેઓ બેન્કમાંથી આવ્યા છે. અને સંતોષી ના નામે પૈસા આવ્યા છે. માટે જરૂરી પુરાવા આપીને પૈસા લઈલો. જે બાદ પુરાવા મળતા ખાતરી થઇ કે આ ઘરમાં રહેતી મહિલા સંતોષી જ છે.

આમ ડીએસપી આશિષ પટેલ અને તેમની ટિમ દ્વારા 10 વર્ષ પહેલા ગુમ થયેલ યુવતી કે જેને લોકો મૃત સમજતા હતા. તેને સૌધી કાઢી. પૂછતાછ માં માલુમ પડ્યું કે સંતોષી પોતાના ઘરેથી ભાગીને અહીં મજૂરી કરવા આવી ગઈ હતી અને તે ઘણા સમયથી અહીજ રહેતી હતી. અને તેણે અહીંના જ એક યુવક સાથે લગ્ન પણ કરી લીધા છે. આમ ડીએસપી આશિષ પટેલ ની કાબેલિયત ના કારણે એક પરિવારનો 10 વર્ષ બાદ પોતાની પુત્રી સાથે મેળાપ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!