મહીલા IAS ના CA ઘરે દરોડા પાડતા કરોડો રુપિયા રોકડા મળી આવ્યા ! નોટુ ગણવા મશીનો મંગાવવા પડ્યા…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમા ઝારખંડ ના IAS અધીકારી પુજા સિંગલ ના ઘર સહીત તેમના સંબંધીઓ ના ઘરે આજે સવારે પાંચ વાગ્યા ના સમયે એક સાથે ED ની ટીમે રેડ પાડી હતી. કુલ 20 જેટલા સંબંધિત વ્યક્તિ ઓ ના ઘરે આ કાર્યવાહી કરવા મા આવી હતી. આ રેડ અંગે મીડિયા ના અહેવાલો થી જાણવા મળ્યુ હતુ કે પુજા સિંઘલ ના CA ના ઘરે થી 17 કરોડ છેટલી રોકડ મળી છે આ ઉપરાંત પુજા ના સસરા કામેશવર જા ની પણ ધરપકડ કરવા મા આવી છે. જો કે હાલ આની આધિકારિક પુષ્ટિ કરાઈ નથી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે એક સાથે રાંચી, ધનબાદ, ઝારખંડમાં ખુંટી, રાજસ્થાનના જયપુર, હરિયાણાના ફરીદાબાદ અને ગુરુગ્રામ, પશ્ચિમ બંગાળના કોલકાતા, બિહારના મુઝફ્ફરપુર અને દિલ્હી-એનસીઆરમાં દરોડા પાડ્યા છે. રાંચીમાં પંચવટી રેસીડેન્સીના બ્લોક નંબર 9, ચાંદની ચોક, કાંકે રોડ, હરિઓમ ટાવર, લાલપુરની નવી બિલ્ડીંગ, પલ્સ હોસ્પિટલ, બરિયાતુમાં દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે .
આપને જણાવી દઇએ કે પલ્સ હોસ્પિટલ પૂજા સિંઘલના પતિ અને બિઝનેસમેન અભિષેક ઝાની છે. IAS ઓફિસર પૂજા સિંઘલ ઘર પર પણ દરોડા પડવાની માહિતી મળી હતી. આ સમગ્ર કાર્યવાહી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. વધુ મા જાણવા મળી રહ્યુ છે કે પુજા ના પતિ અભિષેકના ઘરે પણ દરોડા પાડવામા આવ્યા છે IAS અધીકારી પુજા એ રાહુલ પુરાવર સાથે તલાક લિધા બાદ અભિષેક સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પણ ઘણી વધુ માત્રા મા કેશ મળી આવ્યા હતા આ ઉપરાંત ધનબાદ મા પણ કાર્યવાહી કરવામા આવી છે તેવુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
પુજા સિંઘલના સીએ સુમન કુમારે સ્વીકાર્યું છે કે 17 કરોડ રૂપિયા રોકડ તેમની પાસે છે, જે તેઓ આગામી નાણાકીય વર્ષમાં બતાવવાના હતા. જોકે, તે મીડિયાના સવાલોના સીધા જવાબો આપી શક્યા ન હતા. સુમન એ પણ કહી શકતી ન હતી કે તેની પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને તેણે આટલા પૈસા ઘરે કેમ રાખ્યા?