Gujarat

જો તમારું બાળક પણ પોપ અપ ફટાકડા ફોડતુ હોય તો આ ઘટના જાણી લેવી જોઈએ

તાજેતર મા જ અનેક એવી ઘટનાઓ બની છે જે એક ચેતવણી રુપ છે અને જ્યારે બાળકો ફટાકડા ફોડવા છે ત્યારે વડીલો એ ખાસ ધ્યાન રાખવુ જોઇએ કારમે કે સુરત મા એક ઘટના મા ત્રણ વર્ષ ના બાળકે પોપ અપ ખાઈ જતા સારવાર દરમ્યાન તેનુ કરુણ મોત નીપજયુ હતુ જયારે અન્ય એક ઘટના મા સુરત મા ચાર બાળકો દાજી ગયા હતા.

અનેક પ્રકાર ના ફટાકડા આપણે દિવાળી મા ફોડતા હોય છે અને જો બરોબર કાળજી ના લેવામા આવે તો જોખમી સાબીત થતા હોય છે સામાન્ય રીતે મોટા ફટાકડા ને આપણે જોખમી ગણતા હોય છે પરંતુ એવુ નથી હોતુ નાના ફટાકડાં પણ ઘણી વાર જોખમી બને છે એ વાત સુરતની ઘટના પરથી વધુ સારી રીતે સમજી શકાય. જ્યારે નાના ફટાકડાં માથી એક એટલે પોપ અપ કે જે બાળકો વધુ ફોડતા હોય છે તો આવો જાણીએ આ પોપ અપ વિશે થોડુ.

પેલા ના સમય મા ચાંદલીયા બાળકો દ્વારા ફોડવામાં આવતા હતા પણ છેલ્લા પાંચ વર્ષ મા ચાંદલીયા નુ સ્થાન પોપ અપ નામના ફટાકડા એ લઈ લીધુ છે. પોપ અપ સામાન્ય રીતે પોલ્યુશન ફ્રી છે પરંતુ અંદર વાપરવામાં આવાતા પદાર્થો ઘણા ઘાતક છે. જો બાળકો મોઢા મા નાખે તો મોટુ નુક્શાન અને જાનહાની થઈ શકે છે.

જો આ બાબતે ડોકટર પાસે થી માહિતી લેવામા આવે તો ડોક્ટર નુ માનવુ છે કે “પોપ અપ બાળકો માટે ઘાતક સાબીત થાત છે અને બાળકો ના હાથ પણ જો પોપ અપ વાળા હોય અને મોઢા મા નાખે છે તો બાળક ને ઈન્ફેકશન લાગવાની શક્યતા છે અને ઝાડા ઉલ્ટી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!