ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્થાપક પોપટભાઈ પટેલનું અવસાન થયું ! આ ક્ષેત્ર મા રહ્યો મોટો ફાળો… એક સમયે ત્રણ કરોડ…
હાલમાં છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં અનેક મહાનુભાવોઓએ વિદાય લીધી છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ઓઇલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા અને ફિલ્ડ માર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું 86 વર્ષે અવસાન થયું છે. જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે જનારા તેઓ પ્રથમ ભારતીય હતા. કડવા પાટીદાર અગ્રણીનું સીદસર, ઊંઝા તેમજ ગાઠીલા સહિતના મંદિરોના નિર્માણ કાર્યમાં ખૂબ મોટું યોગદાન રહેલું છે.તેમજ તેમણે પોતાના જીવનમાં ખૂબ જ અનેક સિદ્ધ મેળવી છે.
વર્ષ 1963માં પી. એમ ડીઝલની સ્થાપના કરી અને પોતાના અંતિમ સમય સુધી તેઓ ટેક્સ પેયર રહ્યા છે. વર્ષ 1997માં તેઓએ પોતાનો વ્યક્તિગત ઇન્કમટેક્સ ત્રણ કરોડ રૂપિયા ભર્યો હતો. આમ દેશની તિજોરીને પણ વફાદાર રહીને તેને છલકાવવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે.આમ દેશની તિજોરીને પણ વફાદાર રહીને તેને છલકાવવાનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. ખુદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે હાયર ટેક્સ પેયર તરીકે સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કર્યું છે.
અવસાન પામનારા સ્વર્ગસ્થ પોપટભાઈ નરશીભાઈ કણસાગરાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા.પોપટભાઈ નરસિંહભાઈ પટેલ ફિલ્ડ માર્શલના સર્જક હતા. ડીઝલ એન્જિનની શરૂઆતથી લઈ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તેમજ ઘરઘંટીથી માંડીને એર કુલર સહિતની વસ્તુઓ ફિલ્ડ માર્શલ દ્વારા બનાવવામાં આવી રહી છે. ઉદ્યોગ જગતમાંથી નિવૃત્તિ લીધા બાદ બમણા ઉત્સાહ સાથે સમાજ સેવા કરતા રહ્યા છે.
પોતાના જીવનકાળ દરમિયાન કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. એક ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ પોપટભાઈ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ મોટું નામ તેમજ યોગદાન ધરાવે છે. સીદસર ઊંઝા તેમજ ગાઠીલા ઉમિયા મંદિરના નિર્માણ કાર્યમાં તેઓનું મોટાપાયે યોગદાન રહેલું છે.
ઉદ્યોગ જગતમાંથી નિવૃત્તિ લીધા બાદ બમણા ઉત્સાહ સાથે સમાજ સેવા કરતા રહ્યા છે. પોતાના જીવનકાળ દરમિયાન કરોડો રૂપિયાનું દાન પોપટભાઈ નરસિંહભાઈ પટેલે આપ્યું છે. પરંતુ પોતે દાની હોવાનો દાવો તેમને ક્યારેય કર્યો નથી. તેમની વિદાય થી સમાજ મોટી ખોટ વર્તાય છે.