પોરબંદર : હાથમા રિવોલ્વર રાખી યુવતી એ રોડ વચ્ચે વિડીઓ બનાવવો ભારે પડ્યો પોલીસે આવી રીતે કાર્યવાહી કરી ! જુવો વિડીઓ
આજના સમયમાં દરેક લોકોને લોકપ્રિય થવું છે. ખાસ કરીને યુવાપેઢીઓ સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવા માટે પોતાની લાઈફ સ્ટાઈલ બદલે છે. કહેવાય છે ને કે, જ્યારે કોઈપણ કાર્ય કરો તો સો વાર વિચારીને કરવું કારણ કે, તેનું શું પરિણામ આવી શકે એ નક્કી ન કહેવાય. સોશિયલ મીડિયમ ફોલવર્સ વધારવાથી કંઈ જ નથી મળવાનું પરતું જો એના લીધે તમે કંઈક એવું પગલું ભરશો જે તમારા જીવનને મુશ્કેલીમાં મૂકી દેશે, ત્યારે અફસોસ કરવાનો રહેશે કે, આવું ન કર્યું હોત તો આજે આવી મુશ્કેલીઓ ન આવી હોત.
હાલમાં પોરબંદર શહેરના રસ્તાઓ પર હાથમા રિવોલ્વર રાખી યુવતી એ રોડ વચ્ચે વિડીઓ બનાવવો ભારે પડ્યો પોલીસે આવી રીતે કાર્યવાહી કરી કે, દરેક યુવા પેઢીઓ માટે આ ચેતવણી રૂપ સમાન કિસ્સો છે.હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, એક યુવતી કારમાંથી ઊતરી પિસ્તોલ હાથમાં લઈને એક્શન કરી ગીતો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલો હતો પરંતુ આવું કરવું તેના પર ભારે પડ્યું.
આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ પોલીસે તપાસના આધારે સીતારામનગરમાં રહેતી યુવતી સામે કાર્યવાહી કરી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ફોલોઅર્સ વધારવા પોસ્ટ કર્યો હોવાનું અને રિવોલ્વર તેના સંબંધીએ આપી હોવાની કબૂલાત કરી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનાર છે, ક્યારેય પણ આવું પગલું ન ભરવું જોઈએ કે,જે તમને મુશ્કેલીઓમાં મૂકી દે.
પાંચ સેકન્ડનો અને એક આઠ સેકન્ડનો એમ બે વીડિયો વાઈરલ થયા હતા, આ વીડિયોમાં યુવતી પાસે રિવોલ્વર સાચી છે કે કેમ એ દિશામાં જિલ્લા પોલીસવડાની સૂચના મુજબ ઉદ્યોગનગરના પીએસઆઇ એસ.એ. સોલંકી સહિતના પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું હતું કે, આ યુવટીનું નામ અંજલિ ખેતાભાઈ ચાવડા છે અને તે સીતારામ નગરમાં રહે છે.જાણ થતાની સાથે જ પોલીસે સ્ટેશન બોલાવી પૂરછપરછ કરતાં નવ માસ પહેલાં આ વીડિયો બનાવ્યો હતો.
રિવોલ્વર તેમના સંબંધી પ્રફુલ મકવાણાએ આપી હોવાની કબૂલાત આપી હતી. આ રિવોલ્વર એક્સ આર્મીમેન પ્રફુલ મકવાણાની હતી અને લાઇસન્સવાળી હતી, જેથી પોલીસે યુવતી તેમજ પ્રફુલ વિરુદ્ધ ગુનો દાખલ કરી 2 મોબાઈલ અને રિવોલ્વર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ખરેખર આ ઘટનાને સામાન્ય ન ગણો કારણ કે, માત્ર લાઇક્સ અને કોમેંટ્સ તેમજ ફોલોવર્સ મેળવવાનાં ચક્કરમાં આપના ભવિષ્ય અને પરિવારને જોખમમાં મૂકી દે છે. ગુજરાતી અખબાર આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું.
