Gujarat

300 દીકરીઓના લગ્ન કરાવનાર મહેશ સવાણી વિશે મનીષ સીસોદીયા આવુ કીધુ

હાલમાં જ સુરતમાં અતિ ભવ્ય અને અનોખા સમૂહ લગ્ન પૂર્ણ થયા છે. આ લગ્નમાં એક સાથે ચાર ચાર ધર્મની દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મહેશભાઈ સવાણી દર વર્ષે આવી જ રીતે માતા પિતા વિનાની દિકરીઓનાં લગ્ન કરાવે છે. ત્યારે હાલમાં જ તારીખ 4 અને 5 નાં રોજ ધામધૂમ થી 300 દીકરીઓના લગ્ન વિઘ્નવિના જાજરમાન રીતે પૂર્ણ કર્યા. ત્યારે હાલમાં જ આ લગ્નમાં પધારેલ દિલ્હી સરકારના શિક્ષણ મંત્રીએ એવી વાત કરી કે તમે જાણીને ચોકી જશો. આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ.

હાલમાં ક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,આ લગ્ન સમારોહમાં સામાજિક કાર્યકર્તાઓ, સાધુ-સંતો, રાજકીય પક્ષ સાથે સંકડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમને કાર્યક્રમમાં લોકોને સંબોધતા મહેશ સવાણીના વખાણ કર્યા હતા.  શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, એક પરિવારના રૂપમાં તમામ લોકો અહિયાં એકઠા થયા છીએ. હું કહું તો અહિયાં બધા મહેશભાઈના પરિવારના રૂપમાં બધા એકઠા થયા છે

. મહેશભાઈએ તેમના પરિવારને એટલો મોટો કરી દીધો છે કે તેનો એક ખૂણો દિલ્હી સુધી પહોંચી ગયો છે. આજે હું દિલ્હી સરકારની તરફથી જેમના આજે લગ્ન છે તે દીકરા દીકરીઓને શુભકામના આપવા માટે આવ્યો છું. તેમને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, દિલ્હીમાં પણ સમૂહ લગ્ન થાય છે અને દેશમાં સમૂહલગ્નએ નવી પરંપરા નથી. પણ પરિવારના રૂપમાં, એક પરિવારના વડીલના રૂપમાં અને ખાસ કરીને તમે દીકરીઓને તમે આગળ લાવીને તેમના લગ્ન કરાવો છો.

આ સિવાય તેમને એ પણ કહ્યું કે,મહેશ ભાઈ માત્ર લગ્ન જ નથી કરાવતા પરંતુ એક પાલક પિતા તરીકે એ દરેક દીકરીઓ સાથે પિતાતુલ્ય સંબંધ પણ નિભાવી રાખે છે.અહિયાં જે દીકરીઓના લગ્ન થયા તેમને પણ હું કહેવા માગું છું કે, મહેશભાઈ અને તેમના પરિવારના આશીર્વાદ તમને મળ્યા છે તે તમારું પુણ્યકર્મ છે. હું બધાના શુભકામના આપું છું. આ પૂરા આયોજન માટે ખૂબ ખૂબ શુભકામના.ખરેખર આવા સમૂહ લગ્ન ભાગ્યે જ યોજાતા હશે. તમામ લગ્ન આયોજક નો હેતુ માત્ર લગ્ન કરાવવાનો જ હોય છે, પરતું મહેશ ભાઈ તમામ દીકરીઓ સાથે જીવનનાં અંત સુધી પ્રેમ અને લાગણીઓ પીરસતા રહે છે અને પિતા તુલ્ય હૂંફ પુડી પાડે છે. ધન્ય છે ગુજરાત અને સુરતની ધરતી કે, આવા વ્યક્તિ છે આપણી પાસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!