સમયસર 16 કરોડના ઈન્જેક્શન ન મળતા 3 મહિના બાળકે જીવ ગુમાવ્યો! દાતાઓની અખૂટ ન લીધે બાળકની જીવન…
આપણે સૌ કોઈ જાણીએ છે કે,16 કરોડના ઇન્જેકશન ન લીધે ધૈર્યરાજસિંહ ચર્ચામાં આવ્યો હતો અને આખરે સૌ કોઈની મદદ થી આ બાળકનો જીવ પણ બચી ગયેલ.આ ઘટના બાદ બીજા એક બાળક ને પણ આ ઈન્જેક્શનની જુરૂર હતી, પરંતુ તે બાળકને સારવાર મળે એ પહેલાં જ પોતાનો જીવ ગુમાવેલ.ખરેખર આ ઘટના બહુ જ દુઃખ છે ફરી એકવાર એક માસુન બાળકને યોગ્ય સારવાર ન મળતા તેને પોતાનો જીવ ગુમાવ્યો.
હાલમાં ન સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવાર તેમના 3 મહિનાના માસૂમ બાળક પાર્થને ગંભીર બીમારીથી બચાવવા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પીડાઈ રહ્યો હતો અને 16 કરોડના ઇન્જેક્શનની વ્યવસ્થા ન થતાં માસુમ પાર્થ પવારનું સારવાર દરમિયાન દુઃખ નિધન થયેલું.
રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ ન હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક સંગઠનો, સમાજ અને લોકોએ તેની મદદ માટે મુહિમ ઉપાડી હતી. પવાર પરિવાર અંકલેશ્વરમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરે છે, જ્યારે પાર્થના પિતા જીગલ પવાર હાલ મહારાષ્ટ્રમાં જ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. પુત્રને બચાવવા પરિવારે તેમની તમામ મૂડી અને સંપત્તિ લગાવવા છતાં ઇન્જેક્શન માટે રૂપિયા 16 કરોડ એકત્ર થઈ શક્યા નહોતા.
ખરેખર આ દુઃખ ઘટનાને કારણે પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું હતું.જે રીતે ધૈર્યના ભાગ્ય સારા હતા પરંતુ આ બાળક ને સમયસર સારવાર ન મળતા આખરે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બીમારીના લીધે અનેક બાળકો જીવ ગુમાવે છે કારણ કે તેની સારવાર 16 કરોડનાં ઇન્જેક્શન થી થઈ શકે છે. આપણે સૌ કોઈ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતક ની આત્માને શાંતિ મળે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે.
