Gujarat

જુનાગઢના ભૈરવ જપ પર્વત સર કરનાર પ્રેમભાઈ કાછડીયા નો બીજો વિડીઓ સામે આવ્યો ! જુવો શુ કહેવુ છે તેમનુ

હાલમાં જ્યાં જુઓ ત્યાં દેશી સ્પાઇડર મેન ની ચર્ચાઓ થઈ રહી છે, પરતું જેમને આપણે દેશી સ્પાઇડર મેન કહીને સંબોધન આપ્યું એ વ્યક્તિ તો ભૈરવદાદાનાં પરમ ભક્ત છે. આપણને આજે તેમની ઓળખ મળી જ ગઈ છે કે, તેઓ જૂનાગઢનાં વડાલ ગામના વતની છે અને વ્યવસાયે તેઓ એક ઇલેક્ટ્રિશયન છે. છેલ્લા 20 વર્ષ થી તેઓ ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવે છે અને જ્યારે પણ તેઓ અહીંયા આવે છે, ત્યારે ભૈરવ જપ પર અચૂક પણે જાય છે. આ જગ્યા પર શ્રધ્ધાળુઓ ને જવા પર પરંતિબંધ છે પરંતુ પ્રેમભાઈ સેવાદાસ આશ્રમમાં વર્ષો થી સેવા કરતા હોવાથી આશ્રમમાં બાપુની પરવાવનગી લઈને જાય છે.

ભૈરવજપ ગિરનાર પર્વતનું નાક ગણાય છે. આ સ્થાન ભૈરવજપ તરીકે ઓળખાય છે. શિવરાત્રિના મેળા વખતે એટલે કે મહા વદ નોમ અને પરિક્રમા વખતે એટલે કે કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ જ ચડાવે છે. અનેક વખત દાદા એ તેમની પરીક્ષા લીધી છે, એક અકસ્માતમ તેમના પગમાં ગંભીર ઇજા થઇ હોવા છતાં તેઓ અહીંયા અચુકપણે જાય છે. આ તમમાં વાતો આપણે જાણી લિધી છે, પરતું હાલમાં ફરી એક વખત સોશિયલ મીડિયામાં પ્રેમભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાનીઅપાર ભક્તિ અને ઉપાસનાંતેમજ લોકોને એક ખાસ સંદેશ આપ્યો છે.

પ્રેમભાઈ આ વિડિયોમાં પોતાની ઓળખ આપતા કહ્યું કે, હું ભૈરવ દાદાની કૃપા થી હું છેલ્લા 20 વર્ષ થી અવારનવાર મહિનામાં બે, ચાર વખત જાઉં છું અને ભૈરવદાદા ને ધુપ દિવા કરું છું તેમજ સિંદૂર ની વિધિ કરવા પણ જાઉં છું. ઘણા ઓછા લોકોને જ આ ભૈરવ જપ ટુંક વિશે ખબર છે કારણ કે આજના સમયમાં લોકો માત્ર મોજ મસ્તી માટે ગિરનાર ચઢીને ઉતરી જાય છે. લોકોને ખબર જ નથી કે ગિરનારમાં ક્યાં શું છે અને લોકો દર્શન કરવા માટે પણ ક્યાંય નથી જતા.

ખરેખર પ્રેમભાઈ જે વાત કરી છે ખૂબ જ સત્ય કહી છે. ગિરનાર પર્વત એ માત્ર રોમાંચક સફર માણવાનું સ્થાન નથી કારણ કે આ પર્વતમાં માં અંબાજી અને મહાદેવ ની સાથે 33 કોટી દેવી દેવતાઓ નો વાસ છે અને અનેક સાધુ સંતોનું આ દિવ્ય સ્થાન છે, ત્યારે આ સ્થાન ની મુલાકાત માત્ર મોજ મસ્તી માટે કે એક ફરવાના સ્થાન તરીકે નહિ પરંતુ એક તીર્થસ્થાન તરીકે લઈને ગિરનાર પાવન સ્થાનોના દર્શન કરીને દિવ્યતા અનુભવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!