ભૈરવજપ પર ચડનાર વ્યક્તિ મળી ગયા ! તેવો ભૈરવ દાદાના ભકત છે અને આ માટે તેવો વર્ષ મા 36 વખત આવી રીતે ચડે છે.
હાલ જ સોસિયલ મીડીયા એક વિડીઓ ખુબ વાયરલ થયો હતો જેમા એક યુવક ગીરનાર ના ભૈરવ જપ પર્વત ના સીધા ચઢાણ પણ વગર સહારે માત્ર ચાર મીનીટ મા જ ચડી ને ઉતરી જાય છે. આ વિડીઓ વાયરલ થયા બાદ લોકો મંત્રમુગ્ધ થયા હતા અને ચર્ચા નો વિષય બન્યો હતો કે આખરે આ યુવક છે કોણ અને આવી રીતે આસાની થી કેવી રીતે પર્વત ચડયા ત્યારે આ રહસ્ય પર થી પડદો ઉઠ્યો છે અને જાણવા મળ્યુ છે કે કોણ છે આ વ્યકતિ ??
સોસિયલ મીડીયા પર વિડીઓ વાયરલ થયા બાદ લોકો એ દેશી સ્પાઇડરમેન કહેવાનું ચાલુ કરી દીધુ હતુ. ત્યારે આપને જણાવી દઈએ કે જે વ્યક્તિ એ આવુ કપરુ ચઢાણ કર્યુ છે તેનુ નામ પ્રેમભાઈ કાછડિયા છે અને તેવો જુનાગઢ જીલ્લા ના છે. અને પોતે એક ભકત અને સેવક છે તેવો છેલ્લા ઘણા વર્ષો થી ભૈરવ જપ પર મહીનામા ત્રણ થી ચાર વખત જાય છે અને ત્યા સાફ સફાઈ અને દીવા ધુપ કરે છે.
પ્રેમભાઈ કાછડિયા સેવાદાસ બાપુના આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષો સેવા આપી રહ્યાં છે પ્રેમભાઈ એક ઈલેકટ્રીશીયન પણ છે અને જો ગીરનાર મા કોઇપણ જાત નુ ઈલેકટ્રીક માટે નુ કામ પડે તો તરત પહોંચી જાય છે. અને રિપેરીંગ કરી આપે છે અને અહી મહત્વ ની વાત એ છે કે તેવો આ કામ માટે એક પણ રુપીયો લેતા નથી.
પ્રેમભાઈએ દિવ્ય ભાસ્કરના માધ્યમ થી જણાવ્યું હતુ કે ભૈરવ દાદા એ મારી અનેક વખત પરીક્ષા લીધી છે એક વખત અકસ્માત મા બન્ને પગ મા વાગ્યુ હતુ પરંતુ ભૈરવ દાદા ની કૃપા થી સારુ થય ગયુ છે. આ ઉપરાંત તેવો સૌ પ્રથમ વાર 20 વર્ષ પહેલા ચડ્યા હતા બસ ત્યાર થી તેવો આવી રીતે ચડે છે અને કહ્યુ હતુ કે હુ ત્યા હોવ ત્યારે બધુ ભુલાઈ જાય છે અને બાકી ભૈરવ દાદા ને જોવાનું.
પ્રેમભાઈ કાછડિયા અન્ય સેવાકીય કાર્યો મા પણ જોડાયેલા છે. ગીરનાર મા મેળા યોજાય અને પરિક્રમા યોજાઈ ત્યારે જમવાની વ્યવસ્થા ઉપરાંત અન્ય જો કોઈ મુશ્કેલી પડે ત્યારે તેવો ખડે પગે રહે છે. આ ઉપરાંત પ્રેમભાઈ એ ભૈરવ જપ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે. આ જગ્યા પર જવા માટે સેવાદાસ બાપુના આશ્રમમાંથી બાપુની પરમિશન લેવી પડે છે કેમ કે આ જગ્યા પ્રતિબંધીત કરવામા આવી છે.
આ જગ્યા પર દરેક લોકો ને જવા ની પરમીશન મળતી નથી જે લોકો આ જગ્યા વિષે જાણતા હોય તને જ જવા ની પરમિશન મળે છે. ભૈરવજપ સેવાદાસ આશ્રમ પાસે આવેલી એક જગ્યા છે. જે ગિરનારના ફોટામાં નાક આકારે જોવા મળે છે.’ ભૈરવજપ પર ભૈરવદાદાનું સ્થાનક આવેલું છે. શિવરાત્રિના મેળા વખતે એટલે કે મહા વદ નોમ અને પરિક્રમા વખતે એટલે કે કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ જ ચડાવે છે.