પ્રેમ લગ્ન બાદ પત્ની પતિને છોડી બીજે રહેવા જતા પતિએ આપઘાત કરી લીધો ! વિડીઓ મા પત્ની ને એવુ કહ્યુ કે
હાલ ના સમય મા યુવાનો મા આત્મ હત્યા ના બનાવો સતત વધી રહ્યા છે. કોઈ પણ નાની મોટી વાત મા આત્મ હત્યા જેવુ પગલુ ભરી લેતા હોય છે ત્યારે હાલ જ એક યુવાન નો વિડીઓ સામે આવ્યો છે જેમા એક યુવાને જે બે મીનીટ સુધી વિડીઓ મા પોતાની પત્ની માટે પ્રેમ ભરેલી વાતો કરેલી છે અને આત્મહત્યા કરી જીવન ટુકાવી લેવાની પણ વાત કરી છે તો આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમ કે આખરે એવુ તો શુ થયુ કે 33 વર્ષ ના યુવાને આપઘાત કરી લીધો.
જાણવા મળેલ વિગતો અનુસાર રાજસ્થાન ના કોટા શહેર મા એક 33 વર્ષિય યુવાન કે જેનુ નામ અરવિંદ શાક્યવાલ જાણવા મળી રહ્યુ છે. જેણે 11 એપ્રિલ ના રોજ આપઘાત કરી લીધો હતો અને હવે તેનો 2 મિનિટ નો એક વિડીઓ સામે આવ્યો હતો જેમા તે જણાવી રહ્યો છે કે ” હુ શુ બોલુ….….બોલવા કહેવા માટે કંઈ બાકી નથી. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને મારા મૃત્યુ સુધી કરતો રહીશ. હું સાત જન્મો સુધી પ્રેમ કરીશ. હું તો પણ મરી જઈશ… તો પણ હું કાયમ પ્રેમ કરીશ. મારો પ્રેમ જૂઠો નથી…મારી હાલત જ ખરાબ છે. મારા માતાપિતા તરફથી, કોઈએ મને ટેકો આપ્યો નથી. હું હંમેશા તને પ્રેમ કરીશ. તું ફક્ત મારા માટે જ બનેલો છે…..માત્ર મારા માટે. ફક્ત હું જ તને સ્પર્શ કરી શકું છું અને બાળકો પણ મારા હશે. જો કોઈ તમને સ્પર્શ કરશે તો હું તેનો હાથ કાપી નાખીશ. મેં તને ખૂબ પ્રેમ કર્યો છે. હું તને પ્રેમ કરું છુ. બાય. બાય. તને મારી સાથે ઘણી સમસ્યા હતી હું જાઉં છું. તમારાથી દૂર… તું મને ક્યારેય મળી શકશે નહીં, સંદીપ પાસે ન જતી. આ વાત યાદ રાખજે.
જાણવા મળેલ વિગતો અનુસાર ટેલીકોમ કંપની મા કામ કરતો યુવાન અરવિંદ શાક્યવાલે 2017 મા નીશા નામની છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન ના કારણે યુવાન પોતાના પરીવાર સાથે વાતચીત પણ ન થતી જ્યારે છ મહીના અગાવ નીશા ઉદયપુર મા એક નોકરીએ લાગી ગઈ અને ત્યા જ રુમ રાખી ને રહેવા લાગી ત્યારે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. જ્યારે અરવિંદે વિડીઓ ઉતારી ગળફાસો ખાઈ જીવન ટુકાવ્યુ હતુ.
મૃતક અરવિંદ ના પરિવારજનો એ આરોપ લગાવ્યો છે કે નીશા ઉદયપુર મા જ્યારે રહેવા ગઇ ત્યારે સંદીપ નામના યુવાન સાથે તેણે સંબંધ બનાવ્યો હતો અને અરવિંદ સાથે વાત કરવાનુ બંધ કરી દીધુ હતુ આ ઉપરાંત નીશા ના પરિવારજનો પર પણ એવો આરોપ લગાવ્યો કે નીશા ના પરિવારજનો એ પણ અરવિંદ ને પરેશાન કર્યો હતો. હવે અરવિંદ ના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશને ચક્કર લગાવી રહ્યા છે અને નીશા પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે આ ઘટના બાદ અરવિંદ નો એક વિડીઓ પણ સામે આવ્યો છે જેમા અમુક બાબતો સ્પષ્ટ થાય છે.