પ્રેમ લગ્ન બાબતે પાટીદાર સમાજ મેદાને ! પ્રેમ લગ્નની નોંધણી મા માતા પિતાની સહી ફરજીયાત કરવા માટે….
તાજેતર મા અનેક એવી ઘટના ઓ સામે આવી છે જેમા લવ જીહાદ ની ઘટના બની હોય આ ઉપરાંત ઘણી વખત પ્રેમ લગ્ન બાદ દીકરી હેરાન પરેશાન થય હોય અથવા કાઈક ને કાઈક બબાલ થય હોય આ ઉપરાંત ઘણા કિસ્સાઓ મા પ્રેમ લગ્ન બાદ દીકરી ના માતા પિતા ને માઠા પરીણામો ભોગવવા નો વારો આવ્યો હોય અથવા બદનામી થય હોય.
ત્યારે હાલ પ્રેમ લગ્ન સામે મહેસાણા 84 કડવા પાટીદાર સમાજ મેદાને આવ્યો છે જેમા એક પ્રેમ લગ્ન ની બાબતે એક ખાસ કાયદો બનાવવા માટે સરકાર ને રજુવાત કરવા મા આવશે. જેમા જાણવા મળી રહ્યુ છે કે 84 કડવા કારોબારી બેઠક મા એવો નિર્ણય લેવામા આવ્યો છે કે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા સરકારને રજૂઆત કરાશે. અને જો પ્રેમ લગ્નની સંમતિ પત્રમા માતા પિતા ની સહીના લેવામા આવે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક નીકળી જાય તેવી પણ રજુઆત કરાશે.
ચોરાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે રવિવારે સમાજના પ્રમુખ જશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી. જેમા જશુભાઈ જણાવ્યુ હતુ કે દરેક સમાજમાં દીકરીઓ ભાગીને લગ્ન કરવાની ઘટનાઓ બને છે. જે ચિંતાજનક છે. આ મુદ્દે આગામી સમયમાં અન્ય સમાજોને પણ સાથે રાખી સંમેલન બોલાવીશું અને સરકારમાં ભાગીને લગ્ન કરતી દીકરીની લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવી અને તેને નકારવામાં આવે તો આવી દીકરીનો હિસ્સો માતા-પિતાની મિલકતમાંથી આપોઆપ નીકળી જાય તેવો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
આ અગાવ પણ SPG પર પ્રેમ લગ્ન મા માતા પિતા ની સહી ફરજીયાત કરવાની માંગ કરી ચુક્યુ છે. ત્યારે હવે 84 કડવા પાટીદાર સમાજ પણ આ અંગે ગંભીરતાથી મનોમંથન કરી ને સરકાર ને રજુઆત કરશે.