Gujarat

ક્યારેક પશુ ચરાવતા હતા અને મેહનત થી IPS બનીને પહેલી સલામ માતા પિતાને કરી

મન હોય ને તો માળવે જવાય ની કહેવત એક પશુ ચલાવતા બાળકે સાચી કરી બતાવી છે. આપણે જે વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છીએ તેણે જીવન ના કપરા ચઢાણ ચડી ને એવી સફળતા મેળવી છે જે જાણીને તમે પણ સલામ કરશો. આપણે જેમની વાત કરવા જઈ રહ્યા છીએ તેમણે છ વર્ષ મા 11 સરકારી નોકરી મેળવી છે અને તેમના માતા પિતા ખેડુત છે. તો આવો જાણી એ આ કહાની.

તમને આ ખેડુતના દિકરા નુ નામ જાણવાની ઉતાવળ હશે તો ચાલો જણાવી દઈએ કે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ નામ પ્રેમસુખ ડેલુ છે અને પ્રેમસુખ ડેલુ મુળ રાજસ્થાન ના વતની છે. અના ચાર ભાઈ બેન ના પરીવાર માથી પ્રેમસુખ ડેલુ સૌથી નાના છે અને રાજસ્થાન ના બીકાનેર ના નાના એવા ગામ રાસીસર નામ ના ગામ ના છે અને તેમના પિતા ખેતીકામ કરે છે.

પ્રેમસુખ અને તેમના પરીવાર ની આર્થિક હાલત ઘણી નબળી હતી તેવૉ પાસે ખેતી ની જમીન હતી પણ… નહી બરાબર હતી આથી પ્રેમસુખ ને પણ પિતા સાથે ખેતીકામ મા કામે લાગી જવુ પડતુ. અને કયારેક ઉટગાડી પણ ચલાવતા હતા. તેમના નો શરુવાત નો અભ્યાસ એક ગામ ની શાળામા જ થયો હતો અને ધોરણ 10 પાસ કર્યુ ત્યાર બાદ 12 પાસ તેવો એ બીકાનેર મા કર્યુ અને પછી કોલેજ નુ ભણતર તેવો એ મહારાજા ગંગાસિંહ વિશ્વ વિદ્યાલય મા કર્યુ હતુ. અને તેમની મહેનત એટલી હતી કે ઈતિહાસ ના વિષય મા તેવો એ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રેમસુખ ડેલુ એ જીવન મા ઘણો સંઘર્ષ કર્યો છે તેવો પાસે એક સમયે અભ્યાસ નો બુક ખરીદવા પણ રુપીયા નહોતા પરંતુ તેમના માતા પિતાએ પણ તેમ નો અભ્યાસ બાકી ના રહે તે માટે ખુબ સાથ આપ્યો અને તે મને અભ્યાસ માટે તમામ જરુરી વસ્તુઓ ખરીદી આપતા હતા. પ્રેમસુખ ડેલુ નુ કહેવુ છે કે “મારા પિતા ખુબ મહેનત કરતા હતા તેવો પોતાની જરુરીયાત પહેલા મારી અભ્યાસ ની જરુરીયાત પુરી કરતા હતા. તેમની મહેનત, બલિદાન અને મારા માટે તેમનો પ્રેમ મારા માટે હંમેશા પ્રેરણાદાયી રહ્યો છે. મારા પિતાની હાલત અને તેમની મહેનત જોઈને મેં સરકારી નોકરી મેળવવાનું નક્કી કર્યું.

પ્રેમ સુખ નુ પહેલુ સપનું સરકારી નોકરી મેળવવા નુ હતુ. અને 2010 મા તેમને પટવારી ની નોકરી મળી હતી અને ત્યાર બાદ તેવો એ ગ્રામ સેવક તરીકે પ્રદેશ મા બીજું સ્થાન મેળવ્યુ હતુ અને ત્યાર બાદ 2011 માં, તેમણે સહાયક જેલર સાથે બી.એડની પરીક્ષા પાસ કરી અને શિક્ષકની નોકરી પણ કરી. અને ત્યાર બાદ તેહસીલદાર બન્યા અને સાથે UPSC ની પરીક્ષા ની તૈયારી કરી અને પાસ પણ પાસ કરી હતી.

પ્રેમસુખ નુ કહેવુ છે કે તેવો નોકરીએથી છુટી ને તરત તૈયારી ઓ મા લાગી જતા અને ટ્યુશન ક્લાસ વગર જ તૈયારીઓ કરતા. તેવો 2015 મા પરીક્ષા પાસ કરી અને દેશ મા 170 મો નંબર લાવ્યા અને તવો આઈ. પી.એસ બની ને માતા પિતા ને સલામ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!