જામનગર ના SP પ્રેમસુખ ડેલુ લાલઘુમ ! આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરતા કુલ 293….
આજકાલ આવારા તત્વો નો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. તેઓ રાત્રે ગાડીઓ લઈને નીકળી પડે છે, અને લોકોને હેરાન-પરેશાન પણ કરતા રહે છે. એવો જ એક કિસ્સો જામનગર શહેરમાં બન્યો હતો તેમાં જામનગર જેવું શહેર જેમાં ફરવા માટે લોકો જાહેર સ્થળોએ વાહનોનો ઉપયોગ કરે છે તેવા સમયે જ મોટે મોટેથી વાહનના હોર્ન વગાડવા તથા મોટા અવાજથી વગાડવી જોઈએ અને ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવવી આમ આવા આવારા તત્વો રખડતા જ હોય છે. અને તેના વિરુદ્ધ પોલીસના વડા દ્વારા હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં પોલીસોએ ત્રણ દિવસ દરમિયાન 293 વાહનોને ડિટેઈન કરી નાખ્યા છે.
પોલીસ તંત્રે આવા આવારા તત્વોના વાહનો ડિટેઇન કરીને 1,74,800 રૂપિયા દંડ વસૂલ્યો છે. અને જિલ્લામાં અલગ-અલગ હથિયારો રાખતા વ્યક્તિઓ વિરુદ્ધ પણ પોલીસે ખૂબ જ કડક કાર્યવાહી હાથ ધરી છે, તેમાં શહેરમાં કુલ 28 અને ગામમાં મળીને 41 આમ કુલ 69 કેસ નોંધીને સમગ્ર કાર્યવાહીને આગળ ધપાવી છે. જામનગર માં છેલ્લા ઘણા બધા સમયથી શહેરમાં આવેલ બેસવા લાયક જગ્યા બગીચા તથા ખાણીપીણીની જગ્યા ઉપર શહેરીજનોના આવારા તત્વો મોટા મોટા અવાજે ગાડીમાં ટેપ વગાડતા હતા તથા હૉર્ન વગાડી વગાડીને લોકોને પરેશાન કરતા હતા.
આમ ત્યાં રહેતા આસપાસના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવીને ગેરકાયદેસર વિશેષ હથિયારો પણ રાખતા હતા અને તેવા આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી, અને તેમાં જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ એ આપેલ સુચના મુજબ તારીખ 7 થી 10 દરમિયાન વાહનોની ચકાસણી તથા ચેંકીગ ચાલુ કર્યું હતું, અને તેના પેટ્રોલીંગના આધારે 293 વાહનો ડિટેઇન કરી દેવામાં આવ્યા હતા.
અને તેના આધારે જ 1,74,800 રૂપિયાનો દંડ વસૂલ કરવા માટેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને પોલીસને એવી પણ માહિતી મળી હતી કે આ આવારા તત્વો બાઈક અને કારમાં હથિયારો લઈને ફરતા હતા ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને અને તેમના વિરુદ્ધ 2 થી 4 તારીખ દરમિયાન વાહન ચેકીંગ કર્યું હતું. અને તેમાં ગામમાંથી 41 અને શહેરમાં 28 આમ કુલ 69 કેસ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આમ નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડા દ્વવારા માહિતી આપવામાં આવી હતી.
