India

આવો પ્રેમ દરેકને મળે !! જીવન-મરણ વચ્ચે જીવી રહેલી યુવતી પાસે પોંચ્યો પ્રેમી, ICU રૂમમાં જ કરી લીધા લગ્ન..પ્રેમની એવી કહાની જાણી તમે વાહ વાહ કરશો

મિત્રો કહેવાય છે ને કે પ્રેમ એક એવી વસ્તુ છે જે અમુક વખત બરબાદ તો અમુક વખત જીવન સુધારી દેતો હોય છે, વર્તમાન સમયની અંદર અનેક એવા અનોખા લગ્ન જોયા હશે. એવામાં હાલ એક ખુબ જ ચર્ચિત મામલો સામે આવ્યો છે જે લગ્ન સાથે જ જોડાયેલો છે. તમને ખબર જ હશે કે મિત્રો જો પ્રેમ સાચ્ચો હોય તો તે અંત સુધી સાથ નથી છોડતો, એવો જ કાંઈક બનાવ હાલ પશ્ચિમ બંગાળમાંથી સામે આવ્યો હતો.

જેમાં હોસ્પિટલ જ લગ્નનો માંડવો બન્યો હતો અને નર્સ-ડોકટરો જાનૈયા બન્યા હતા, એવું તો શું થયું હશે કે લગ્ન હોસ્પિટલની અંદર જ કરવા પડ્યા. તો આ વિષે તમને વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર આવેલ દુર્ગાપરનો આ બનાવ છે જ્યા સુચરિતા પાત્રા નામની મહિલા ઘણા સમયથી જોડિન્સની બીમારીથી જુજી રહી હતી અને હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહી હતી, એવામાં તેની હાલત દિવસેને દિવસે કથળતી જઈ રહી છે આથી પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ હતો.

પોતાની આવી હાલત જોઈને સુચરિતાને પણ એવું લાગવા લાગ્યું હતું તે વધારે દિવસો નહિ જીવે, આ વાત થી ગભરાયને જ યુવતીએ પોતાના પ્રેમી અમિતને ફોન કરીને પોતાની આવી હાલત વિષે જણાવ્યું અને અમિત સાથે લગ્ન કરવાની ઈચ્છા જણાવી તો પરિવારજનો તથા અમિત પોતાના તમામ કામ છોડીને લગ્નની તૈયારીમાં લાગી ગયા પરંતુ તબીબોએ યુવતીને હોસ્પિટલની બહાર જવાની અનુમતિ આપી હતી નહીં.

આથી સુચરિતાએ હોસ્પિટલના સ્ટાફ તથા તબીબોને લગ્ન હોસ્પિટલમાં કરવા અંગેની માંગ કરી હતી જેના પર હોસ્પિટલના તબીબોએ વિચાર વિમર્શ કર્યા બાદ અનુમતિ આપી હતી, જે બાદ અમિત પણ સુચરિતા સાથે લગ્ન કરવા તૈયાર હતો આથી હોસ્પિટલના કર્મચારીઓ અમિત અને સુચરિતાના લગ્નના જાનૈયા બની ગયા અને હિન્દૂ રીતિ રિવાજો અનુસાર બંનેના ICU રમ ખાતે જ લગ્ન કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!