Gujarat

પ્રમુખ સ્વામી મહારાજ ના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું ! જુઓ તસ્વીરો ચાર વર્ષ લાગ્યા આ ભવ્ય મંદિર તૈયાર થતા…

હાલમાં જ સાળંગપુરમાં પ્રમુખ સ્વામીનું સ્મૃતિ મંદિર બન્યું છે. આ મંદિર અત્યંત નયનરમ્ય છે. કહેવાય છે કે,  પ્રમુખ સ્વામી પરધામમાં વિદાઈ લેતાં પહેલાં બાપાએ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે રહે અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારી પર રહે એવી જગ્યાએ મારા અંતિમ સંસ્કાર કરજો…’


ઈચ્છા મુજબ સાળંગપુરમાં અક્ષરપુરુષોત્તમ મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરની સામે અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યાં જ તેમના ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરાયું હતું. એ મંદિર ચાર વર્ષ બાદ બનીને હવે તૈયાર થઈ ગયું છે.

પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમના આ યુગકાર્યને અંજલિ આપવા તેમના સ્મૃતિ મંદિરનું સ્થાપત્ય – સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજના વસંતપંચમીના જન્મદિવસે જ ગઈ 26મી જાન્યુઆરીના રોજ પરમ પૂજય પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિરની મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018માં મહંત સ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 6.3 ફૂટ છે, જેમાં 7,839 પથ્થરના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટી આવેલી છે.

પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજે છેલ્લું ગઢડાનું મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં રાજસ્થાનના મકરાણા માર્બલના આરસનો ઉપયોગ થયો હતો. પ્રમુખસ્વામી મહારાજ એવું પણ માનતા હતા કે મકરાણાનો પથ્થર મારા ગુરુને પસંદ હોવાથી બહુ સારો અને સાયન્ટિફિકલી પણ આ પથ્થર સારા ગણાય છે, જેથી સંપ્રદાયના ભક્તોને વિચાર આવ્યો કે આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું મંદિર પણ એ જ પથ્થરમાંથી બનાવીએ.. આ સ્મૃતિ મંદિરમાં 25થી 30 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે

સ્મૃતિ મંદિરની ડિઝાઇનમાં મુખ્ય ફાળો અમદાવાદના પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી અને ગાંધીનગરમાં રહેતા ભક્તિનંદન સ્વામીનો છે. આ બંને સંતો આ ડિઝાઇન બનાવવામાં સંપૂર્ણપણે સંકળાયેલા હતા. પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના સ્તંભ, ઘુમ્મટ અને અંદર- બહાર થઈને કુલ 95 જેટલી મૂર્તિઓ છે, જેમાં શ્રીજી મહારાજના સમયના સંતો- ભક્તોની 40 મૂર્તિ, ગુરુ શાસ્ત્રીજી મહારાજના તથા પ્રમુખસ્વામી મહારાજના સમયના સંતો અને હરિભક્તોની 43 મૂર્તિ છે અને 12 નારી ભક્તોની મૂર્તિઓ લગાવેલી છે.

પ. પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સ્મૃતિ મંદિરની મુખ્ય પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. આ તકે મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે ‘અહીં જે આવશે તેને શ્રદ્ધા અને ભક્તિની પ્રેરણા મળશે તેમજ શાંતિનો અનુભવ જરૂરથી થશે. આ સ્મૃતિ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન અને પ્રાર્થના કરનારના શુભ સંકલ્પો પ્રમુખસ્વામી મહારાજ પૂર્ણ કરશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!