2022 માટે નાસ્ત્રેદમસે ની ભવિષ્યવાણી આવશે આવી ભયાનક આફતો !!
આપણે સૌ જાણીએ છીએ કે હાલ છેલ્લા ૨ વર્ષ ની અંદર દુનિયામાં એક પછી એક મોટી આફતો અને મહામારી નું આગમન શરુ જ છે, વર્ષ-૨૦૨૦-૨૧ આપણા માટે ખુબજ મુશ્કેલી ભર્યો સાબિત થયો છે, એ આપણે સૌ જાણીએ છીએ, સૌથી પહેલા કોરોના મહામારી એ સમગ્ર વિશ્વ ને હચમચાવી દીધું છે, અને ત્યારબાદ એક પછી એક તુફાન, વાવાઝોડું, રોગચાળો અને તેના કારણે વૈશ્વિક અર્થતંત્ર ને મોટું નુકશાન તેના કારણે સામાન્ય માણસ ને ખુબજ તફ્લીફો નો સામનો કરવો પડ્યો છે.
હજુ એક મોટી વાતનો ખુલાસો બહાર આવ્યો છે કે, વર્ષ-૨૦૨૧ તો કોરોના મહામારી થી તો ત્રસ્ત જ છે, પરંતુ વર્ષ- ૨૦૨૨ ને લઈને મહાન ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે વધુ મોટી તબાહી ની આગાહી કરેલ છે. વાત કરીએ તો ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે સદીઓ પહેલા એક પુસ્તક લખ્યું હતું તેનું નામ પ્રોફેટીસ હતું, જેમાં તેમણે ભવિષ્ય માં થવાની ઘટના લે લઈને ઘણીબધી ભવિષ્યવાણીઓ કરેલી હતી, અને મહત્વની વાત તો એ છે કે, નાસ્ત્રેદમસે ની ભવિષ્યવાણી મોટાભાગે ઘણી સાચી પણ સાબિત થયેલી છે.
બીજી મહત્વની વાત કરીએ તો નાસ્ત્રેદમસે વર્ષ-૨૦૨૧ માટે પણ મહામારી અને તબાહીની ભવિષ્યવાણી કરી હતી, તે પણ સાચી પડી છે, અને આખું વિશ્વ આ કોરોના મહામારી ને કારણે પીડાઈ રહ્યું છે. તેજ વિચાર કરી વર્ષ-૨૦૨૨ માં નાસ્ત્રેદમસે એ ઘણી બધી ભવિષ્ય માટે એવી ભવિષ્યવાણી કરેલી છે, કે એ વર્ષમાં મોંઘવારી ખુબજ બેકાબુ થઇ જશે, અને લોકો સોના ચાંદીને જ પોતાની સંપતી માનવા લાગશે. અને વધુમાં એમ કહ્યું છે કે પૃથ્વી પર પરમાણું બોમ્બ ફૂટશે, અને એસ્ટરોઇડ પણ આવશે.
વધુમાં નાસ્ત્રેદમસે એમ પણ જણાવ્યું હતું, કે ફ્રાન્સમાં ખુબ મોટું તુફાન આવશે, તેના કારણે દુનિયામાં કેટલાક હિસામાં દાવાનળ અને દુકાળ પણ પડશે. અને ખાસ મહત્વનું તેમણે એમ પણ જણાવ્યું હતું કે પર્સનલ કોમ્પ્યુટર કે જેનો ઉપયોગ માનવી હાલ ખુબજ કરી રહ્યો છે, તે કમ્પ્યુટર માનવીને નિયંત્રિત કરી શકશે, અને રોબોટ માનવી પર હુમલો પણ કરશે, તેવી ખુબજ ભયાનક અને આપણને વિચારી ને પણ ડર લાગે તેવી નાસ્ત્રેદમસે એ ભવિષ્યવાણી કરેલ છે. આપણે ફક્ત કુદરત પાસે પ્રાર્થના કરવાની છે, કે એવું કંઈપણ ન થાય, અને માનવી શાંતિથી પોતાનું જીવન જીવે અને દરેક ને મદદરૂપ થાય.