Gujarat

PSIની તૈયારી કરતા યુવકે રીયલ હીરો બન્યો ! જીવની પરવા કર્યા વગર કેનાલમાં કુદી યુવતીનો જીવ બચાવ્યો

હાલમાં જ ખેડા જિલ્લામાં એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરી પાડતી એક ઘટના બની છે. ખરેખર આ ઘટના દરેક યુવાનો તેમજ માનવજાતિ માટે પ્રેરણાદાયક રહેશે. આજના સમયમાં માનવતા મરી પડાવાઈ છે, ત્યારે ખેડા જિલ્લાના એક નવ યુવાને પોતાના જીવની પરવહા કર્યા વગર એક જીવ બચાવ્યો. આ ઘટના ખૂબ જ હદય સ્પર્શી તેમજ સરહાનીય છે. જ્યારે તમે આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જાણશો ત્યારે તમને આ યુવાન પર ગર્વ થશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં અનેક નવજવાનો પી.એસ.આઈ.ની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે એક યુવાને પોતાની ફરજ બજાવે એ જ પહેલા પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે,ભલે આ યુવાન પી.એસ.આઈ ન બન્યો હોય પરંતુ એ પહેલાં મહત્વનું એ છે કે, પોતાની અંદર બીજા પ્રત્યે સેવાભાવ અને મામવતા હોવી અને ખાખી વરદીની એજ તો નિશાની છે.આજમાં સમયમાં દરેક લોકો ને પોતાના જીવન પ્રત્યે જ લગાવ હોય છે અમે આમ પણ મોત કોને વ્હાલું હોય ખરું?છતાંય આ યુવાને પોતાના જીવ ને જોખમમાં મૂકીને સેવા કાર્ય કર્યું.

દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, ખેડા જિલ્લાના લાડવેલ ગામ પાસેની નર્મદા કેનાલમાં એક યુવતીએ પડતું મૂકતાં PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરતાં સ્થાનિક યુવકે નહેરમાં ઝંપલાવી યુવતીને હેમખેમ બચાવી હતી અને આ યુવાનના લીધે તે યુવતીનો જીવ બચી ગયો અને ઘટનાને લોકોએ લોકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા. કેનાલમાંથી બહાર કાઢતા જ યુવતીને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

આ યુવાને આ કાર્ય કરીને દરેક યુવાનો ને ઉત્તમ સંદેશ અને પ્રેરણાસ્ત્રોત બન્યો છે.આજના સમયમાં અનેક યુવાન યુવતીઓ પોતાના જીવનમાં ઉતાર-ચઢાવને ફેસ કરવાને બદલે આજના યુવક-યુવતીઓ આપઘાતનો રસ્તો બનાવી દીધો છે. ત્યારે આ યુવકે આપઘાત કરવા કેનાલમાં પડેલી યુવતીના આપઘાતના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. કેનાલના પાણીમાં ઝંપલાવેલી યુવતીને હેમખેમ જીવીત બહાર કાઢી છે અને ખરેખર આ યુવાન ખૂબ જ ધન્યતાને અભિનંદનને પાત્ર છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના મુજબ કઠલાલ તાલુકાના લાડવેલ ગામ પાસે કપડવંજ-ડાકોર રોડ પર નર્મદાની કેનાલ પસાર થાય છે. રવિવારની બપોરે આ કેનાલના પાણીમાં અહીંયા એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર બ્રીજ પરથી નીચે કેનાલના પાણીમાં જીવનને ટૂંકાવવા પ્રયાસ કરી કેનાલમાં પડતું મૂક્યું હતું. જેવુ પડતું મૂક્યું તેવું નજરે જોનાર ગુણવંતસિંહ પરમાર નામના યુવકે તુરંત કેનાલના પાણીમાં ઝંપલાવ્યું હતું.

બ્રીજ પરથી આશરે કેનાલનું ખાસુ અંતર હતું અને આ યુવકે પોતાના જીવની પરવા કર્યા વગર પાણીમાં ઝંપલાવેલી યુવતીને હેમખેમ જીવતી બહાર કાઢી હતી. બેગ અને મોજડી બ્રીજ પર ઉતારી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. પરંતુ યુવાને જીવ બચાવ્યો છે. હાલ તેઓ PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે અને બન્નેમાં રનીંગ પાસ થયો છે,આ યુવામ પોતાની કારકિર્દીમાં સફળ થાય એવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ, કારણ કે આવા યુવાનો જ દેશનાં સાચા રક્ષક અને સત્તા ને હકદાર છે, જે સમાજ માંટે ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!