Gujarat

ગુજરાતની કલંકીત ઘટના ! મંદિરના પુજારીએ ધોરણ 9 મા ભણતી સગીરાના નગ્ન ફોટા પાડી 6 મહીના સુધી…

હાલ ના સમય મા અનેક એવી ઘટના સામે આવી રહી જે માનવતા ને ઘણી શર્મશાર કરીતી હોય છે તેમા પણ હાલ ના સમય મા ફોટો અને વિડીઓ દ્વારા મહીલા ઓ ને બ્લેકમેલ કરવાની ઘટના ઓ પણ સતત સામે આવી રહી છે ત્યારે હાલ જ એક એવીજ ઘટના સામે આવી છે જેમા એક મંદિર ના પુજારી ધ્વારા બ્લેકમેઈલ કરી માત્ર 15 વર્ષ ની સંગીરા પર દુષ્કર્મ આચરવામા આવ્યું અને આ ઘટના ગુજરાત મા જ બની છે.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસારઆરોપી પૂજારી અમરનાથ વેદાંતી મૂળ ઉત્તરપ્રદેશનો છે અને તે વર્ષ 2007થી ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં રહેતો હતો અને પૂજા પાઠ કરતો હતો ત્યારે શ્રમજીવી પરિવાર ની 15 વર્ષ ની સગીરા કે જે ધોરણ 9 મા ભણતી હતી અને મંદિર ની સાફ સફાઈ અને કચરા પોતા કરવા જતી હતી. છ મહીના અગાવ 70 વર્ષીય પૂજારી એ સગીરા પર નજર બગાડી હતી અને અડપલા કર્યા હતા.

જ્યારે વધુ મા આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે પુજારી એ પોતાના મોબાઈલ મા સગીરા ના નગ્ન ફાટા પાડી લીધા હતા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો જ્યારે છેલ્લા ઘણા સમયથી દીકરી ગુમસુમ રેહવા લાગતા સગીરા ની માતા એ આ બાબતે દીકરી ને પુછતા પુજારી ના આ કાંડ નો ભાંડો ફૂટયો હતો અને સગરીઆ એ તેની માતા ને બધુ જણાવ્યું હતુ જયારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ અગાવ ધુવારણ ગામ ના સરપંચ હરિભાઇને પુજારી ની અમુક હરકતો ધ્યાન મા આવી હતી ત્યારે સ્થાનિક આગેવાનો ને સાથે રાખી સરપંચે પુજારીને ચેતવ્યો હતો પરંતુ પુજારી લાજવા ને બદલે ગાજયો હતો અને તમામના નામ લખીને મરી જવાની ધમકી આપી હતી. જયારે પોલીસ તપાસ મા 70 વર્ષ ના પૂજારી ના રુમ માથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ મળી આવ્યા હતા અને આ ઉપરાંત ચાર નગ્ન ફોટોસ પણ મળી આવ્યા હતા.

થોડાં દિવસો અગાઉ માનસિક વિકૃત એવા પૂજારી અમરનાથે કિશોરીના બિભત્સ ફોટાઓ વેબ કેમેરા દ્વારા પાડી પોતાના મોબાઈલથી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. જેની જાણ કિશોરીને થઈ હતી. અવાર-નવાર ફોટાઓ વાઈરલ કરવાની ધમકી આપી કિશોરીના શરીરનો ચૂંથતા પૂજારીની હરકતથી તેણી ભયભીત થઈ ગઈ હતી અને તે ગુમસુમ રહેવા લાગી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!