Viral video

ચારણ સમાજની લાગણી દુભાતા પૂજ્ય ઇન્દ્રભારતી બાપુએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું આવી ટિપ્પણી…

એક વ્યક્તિના કારણ ચારણ સમાજ અને અઢારે વરણની લાગણી દુભાઈ છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે આ બનાવ બાદ અનેક મહાનુભાવો તેમજ કલાકારોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે હાલમાં જ જૂનાગઢના પરમ પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુએ પણ આ ઘટના અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ખરેખર આ ઘટના માત્ર ચારણ સમાજ નહીં પરંતુ અઢાર વરણના લોકો માટે દુઃખદાયક છે. ટિપ્પણી કરનાર એક વ્યક્તિના લીધે આહીર સમાજ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, આ બનાવ અંગે અનેક આહીર સમાજના મહાનુભાવો તેમજ કલાકારોએ પણ પોતાનું નિવેદન જણાવેલું છે.

ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપૂએ આ ઘટના અંગે શું વાત કરી. પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુએ જે વાત કરી છે, તે સાંભળીને તમે પણ પણ તેમના આ નિવેદન સાથે સહમત થશો. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, મેં એક વિડીયો જોયો એક વયો વૃદ્ધ વ્યક્તિએક સમાજ અને માં સોનલ માં વિશે ટિપ્પણી કરી રહ્યા છે, તે અયોગ્ય છે. ચારણ સમાજમાં અનેક જગદંબાના અવતરણ થયા છે, અનેક સમાજના કુળદેવી પણ છે. આવી ટિપ્પણીથી કોઈને ઠેસ પહોંચે, દુઃખ થાય તેવું ક્યારેય ન બોલવું જોઈએ અમે પણ બોલીએ છે પણ હંમેશા સત્ય બોલવું જોઈએ. ૐ નમોઃ નારાયણ.

આ ઘટના અંગે આપને ટૂંકમાં જણાવીએ કે, થોડા દિવસ જ પહેલા જ તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગા ભાઈ નામના એક વ્યક્તિએ ચારણ સમાજ અને સોનલ માં વિષે અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણી કરેલ, જેથી ચારણ સમાજની લાગણી પણ દુભાઈ છે, તેમજ આહીર સમાજે પણ એક વ્યક્તિએ કરેલ ભૂલ અંગે આ ટિપ્પણીની પણ નિંદા કરેલ છે અને તે વ્યક્તિને સમર્થન પણ આપતા નથી. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયક અને લાગણીને ઠેસ પહોંચનાર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!