પંજાબમાં દેશની સેવા કરી રહેલ જામનગરનો સપૂત વીરગતિને પ્રાપ્ત થયો ! અંતિમયાત્રા નીકળી તો આખું ગામ હીબકે ચડ્યું, જુઓ આ ભાવુક કરી દેતી તસ્વીર
‘જય જવાન જય કિસાન’ આ સૂત્ર એમનામ જ આપવામાં નથી આવ્યું, જવાન આપણા દેશની રક્ષા કરે છે તો કિસાન આપણા દેશનું પેટ પાળે છે આથી આ બને વ્યક્તિત્વ આપણા દેશ માટે ખુબ જરૂરી બની જાય છે. એવામાં તમે સમાચાર પત્રો તત્વાં ન્યુઝ ચેનલના માધ્યમથી જોતા જ હશો કે અનેક વખત આપણા દેશના જવાનો દેશની સેવા કરતા કરતા વીર ગતિને પ્રાપ્ત થતા હોય છે,એવામાં હાલ આવી જ એક દુઃખદ ખબર સામે આવી છે,જેના વિશે જાણી તમે પણ ભાવુક જ થઇ જશો.
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વીર જવાનોનું કામ ખુબ કઠિન હોય છે ક્યારેક ક્યારેક તો દેશની રક્ષામાં જ શહીદી વ્હોરવી પડે છે તેમ છતાં આર્મીની ભરતી જેવી બહાર પડે છે ત્યાં તરત જ આપણા ભારતના યુવાનો ભરતી થવા માટે સંખ્યામાં પોતાની અરજી નોંધાવતા હોય છે, ખરેખર આને જ આપણે એક સાચ્ચો દેશપ્રેમ કહી શકીએ, દિવસ રાત સુધી દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પરિવારને પણ મળવા પામતા હોતા નથી કારણ કે તેઓનો દેશ સેવા જ એક ધર્મ બની જાય છે.
આજના આ લેખના માધ્યમથી અમે એક જવાન વિશે વાત કરવાના છીએ જે જામનગર શહેરના હા જે હાલ વીર ગતિને પ્રાપ્ત થયા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના રહેવાસી જાડેજા રવિન્દ્રસિંહ હનુભા નામના 32 વર્ષીય વીર જવાંન પંજાબની અંદર વીર ગતિને પ્રાપ્ત થયા હતા, શરૂ ડ્યુટીએ જ અચાનક વીર જવાન શહિંદ થતા સેન્ય કાફલામાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું જયારે વીર શાહિદના પરિવારને આ મામલાની જાણ થતા તમામ પરિવારજનો દુઃખમાં ગરકાવ થયા હતા.
તમને જણાવી દઈએ કે હાડાટોડા ગામના રહીશ શહીદ જાડેજા રવિન્દરસિંહ હનુભા છેલ્લા 11 વર્ષોથી આર્મીમાં રહીને દેશ સેવા કરી રહ્યા હતા,એવામાં તેઓના શહીદીના સમાચાર પ્રાપ્ત થતા આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શહીદ વીર જવાનને સેન્ય સન્માન સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી હતી જે બાદ તેમના પાર્થિવ શરીરને ગામમાં લાવવામાં આવ્યો હતો જ્યા શહિંદ જવાનની અંતિમ યાત્રા નીકળતા તેમાં આખા ગામે ભાગ લીધો હતો અને નમ આંખોથી શહીદ વીર જવાનને અંતિમ વિદાઈ આપવામાં આવી.ભગવાન વીર શહીદ જવાનના આત્માને શાંતિ આપે.ૐ શાંતિ.