પુર્વ IPS ના ઘરે ઈન્કમ ટેક્સ ની રેડ પડી તો એટલા રુપીયા મળ્યા કે અધિકારીઓ ની આખ ફાટી ગય ! સાથે મકાન ના બેજમેન્ટ મા…
ભારતીય હોવાને લીધે આપણે ટેક્સ ચૂકવવો એ આપણી સૌની ફરજ છે! સમાજમાં આજે અનેક લોકો કાળું નાણું ભેગું કરે છે જેઠી તેમને ટેક્સ ન ભરવો પડે! મુખ્યત્વે આવું કરનાર રાજકીયનેતાઓ અને ઉદ્યોગપતિઓ જ હોય છે. ત્યારે હાલમાં જ પુર્વ IPS ના ઘરે ઈન્કમ ટેક્સ ની રેડ પડી તો એટલા રુપીયા મળ્યા કે અધિકારીઓ ની આખ ફાટી ગય ! સાથે મકાન ના બેજમેન્ટ માં જે મળ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો.ખરેખર આ કોઈ સામાન્ય બાબત નથી પરંતુ આ ઘટના પરથી સાબિત થઈ ગયું છે કે, આખરે દેશમાં કેવા લોકો રહે છે.
ગુજરાતીમાં કહેવત છે ને કે વાડ થઈને ચિંભંડા ગળે એવી જ ઘટના બની છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આવકવેરા વિભાગે યુપીના નોઈડામાં પૂર્વ આઈપીએસના ઘરે દરોડા પાડીને કરોડો રૂપિયા જપ્ત કર્યા. ચોંકાવનારી વાત એ છે કે IPSના ઘરમાં એક ભોંયરું પણ હતું જેમાં 650 લોકર મળી આવ્યા છે. આવકવેરા વિભાગની ટીમને આ લોકરમાં ગેરકાયદે નાણાં રાખવાની માહિતી મળી હતી.
નોઈડામાં યુપી કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી આરએન સિંહના ઘરે છેલ્લા 3 દિવસથી ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલુ છે. આવકવેરા વિભાગે અહીં સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયા જપ્ત કરેલ જો કે તે સ્પષ્ટ નથી કે પૈસા કોના છે? બેનામી સંપત્તિ સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે અંગે વિભાગ તપાસ કરી રહ્યું છે. હકીકતમાં, આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે નોઈડા સેક્ટર 50માં એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં કરોડો રૂપિયાની રોકડ પડી છે.
હકીકતમાં જાણવા મળ્યું છે કે પૂર્વ આઈપીએસ આરએન સિંહનો પુત્ર તેમના ઘરના ભોંયરામાં ખાનગી લોકર ફર્મ ચલાવે છે. આ લોકર્સ ભાડે આપવામાં આવે છે. આરએન સિંહ યુપીમાં ડીજી પ્રોસિક્યુશન રહી ચૂક્યા છે. તે કહે છે કે આ પેઢી તેનો પુત્ર ચલાવે છે, તે કમિશનના ધોરણે લોકર ભાડે આપે છે, તેની પાસે 2 લોકર પણ છે પરંતુ તેમાંથી કંઈ બહાર આવ્યું નથી.
દરોડા દરમિયાન પૂર્વ આઈપીએસ આરએન સિંહે કહ્યું, ‘હું હાલમાં મારા ગામમાં હતો, મને માહિતી મળી કે ઈન્કમ ટેક્સની ટીમ ઘરે તપાસ કરવા આવી છે, તેથી હું તરત જ અહીં આવ્યો છું. હું IPS ઓફિસર રહી ચુક્યો છું, મારો દીકરો અહીં રહે છે અને અમે પણ અહીં આવીને રહીએ છીએ, મારો દીકરો એક ખાનગી લોકર રાખવાનું કામ કરે છે જે ભોંયરામાં છે.
આ સંદર્ભે આવકવેરા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને સર્ચ ઓપરેશન પૂરું થયા બાદ અધિકારીઓ મીડિયાને માહિતી આપશે. સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. 2,000 અને રૂ. 500ના મૂલ્યની ચલણી નોટોના બંડલ મળી આવ્યા છે.હવે આગળ તો તપાસ બહાર આવતાની સાથે જ તમામ માહિતી મળશે.
