India

નાના એવા બાળકે ”શ્રી વલ્લી” ડાન્સ કર્યો ! વિડીઓ જોઈ હસી હસી ને બઠા પડી જશો…

ખરેખર પુષ્પાનો રંગ હજુ પણ લોકોના મન અને દિલોમાં એટલો વસી ગયો છે કે, ઉતરવાનો નામ જ નથી લેતો! આમ પણ કહેવાય છે ને કે, આ ટ્રેન્ડ એવો છે જેમાં બાળકો થી લઈને વડીલો પણ સહભાગી થયેલ છે. આ વાત કોઈ સામાન્ય નથી કારણ કે, જ્યાર થી ફિલ્મ રિલીઝ નોહતી થઈ ત્યાર થી જ પુષ્પા ફિલ્મના સોંગ પર અને ડાયલોગ્સ પર સૌ કોઈ રિલ્સ બનાવી હતી.

સૌથી મહત્વની વાત એ છે કે, પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લી સોંગમાં પુષ્પાનો સિગ્નેચર સ્ટેપ લોકોને ખૂબ જ પસંદ આવેલ. આ મુમેન્ટ્સ પર અસંખ્ય રિલ્સ બની ગઈ છે. આ ફિલ્મ આજે ભલે સિનેમા ઘરોમાં નથી ચાલી રહી પણ લોકોના હદય અને મનમાંથી ફિલ્મ હજુ સુધી એવી ને એવી જ અંકબંધ છે.ત્યારે સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે.

હાલમાં જ એક નાનાં એવા બાળકનો વીડિયો વાયરલ થયો છે. આ બાળકને જોતા જ તમારા હોંઠો પર આપમેળે સ્મિત રેલાય જશે. કહેવાય છે ને કે,બાળક એ બીજાને જોઈને તેના જેવું કરવાનો પ્રયત્ન અચૂકપણે કરે છે. નાની ઉંમરે પણ સમજદારી ખૂબ જ વધારે હોય છે. એમા પણ આજના બાળકો તો હજુ બોલતા કે ચાલતા શીખ્યા ન હોયને સ્માર્ટ ફોન ચલાવતા થઈ જાય છે.

આ વિડિયોમાં તમે જોશો કે, કંઈ રીતે બાળક શ્રીવલ્લી સોંગને મનથી સાંભળી રહ્યો છે અને જ્યારે પુષ્પા શ્રી વલ્લીનાં શબ્દો બોલે છે, ત્યારે જ બાળક પુષ્પાની આબેહૂબ કોપી કરીને તેની જેમ ચાલવા લાગે છે. બે પળમાં તો બાળક સૌ કોઈનું દિલ જીતી લે છે. આમ પણ કહેવાય છે ને કે, બાળકો ખૂબ જ નાજુક અને સમજદાર તેમજ ક્યૂટ હોય છે.જેને નિહાળતાની સાથે ક આપણું મન આંનદીત થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!