Gujarat

પુત્રવધુ એ કહ્યું કે ચાલો બા ને લઈ આવીએ! કાર લઈને પુત્ર તેડવા ગયો માને ત્યારે હદયસ્પર્શી દ્ર્શ્ય જોવા મળ્યું…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઘડપણ ને ઉંબરે આવ્યા પછી વ્યક્તિએ જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વ્યક્તિનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીશું કે, આ જાણીને તમારું હદય કંપી ઉઠશે અને હદયને આ વાત સ્પર્શી પણ જશે. આપણ જાણીએ છે કે, અનેક વ્યક્તિઓ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવતા હોય છે.ક્યારેક સંતાનો માતા પિતાને વૃદ્ધાઆશ્રમનાં મૂકી જતા હોય છે, તો ક્યારેક કોઈકારણસર સ્વંય પોતે આવી જતા હોય છે.

ક્યારેક એવી પરિસ્થિતિ એવી સર્જાય છે કે, રાજકોટના કુંવરબા નામના એક વૃદ્ધાના પતિનું અવસાન અચાનક થઇ ગયુ હતુ અને તેમના અવસાન બાદ કોઇ અન્ય આધાર ન હતો જેના કારણે તેમને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો હતો. ઘણીવાર તમે એવું સાંભળ્યુ હશે કે દીકરો અને વહુ માતા-પિતાને કોઇ કારણસર વૃદ્ધાશ્રમમાં મૂકી જતા હોય છે પરંતુ આ કિસ્સો અલગ છે. ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે.

કુંવરબા જાતે ચાલીને જ પતિના અવસાન બાદ વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. જ્યારે પતિનું મોત થયુ ત્યારે તેમના પરિવારમાં ઘણી સમસ્યા મિલકતને લઇને સર્જાઇ હતી અને પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. પતિના મોત સમયે પોતાની મિલકત હતી પરંતુ આ મિલકત પર પરિવારના અને અન્ય લોકો ખૂબ સસ્તા ભાવે ખરીદી કરવા માંગતા પરંતુ કુંવરબાએ સમય સાથે તાલ મિલાવ્યો અને સ્વેચ્છાએ નિર્ણય લીધો અને રાજકોટના એક વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેઓ પાંચેક વર્ષ રહ્યા હતા.તેમણે પોતાની મિલકત ઊંચા ભાવે વહેંચી હતી. મિલકતની સારી રકમ આવી તે માતાએ વિપરીત સંજોગોમાં સામનો કરી રહેલ.

દીકરાના પરિવારને આપી હતી. આ રકમથી દીકરાની આર્થિક સ્થિતિ સુધરી ગઇ અને આ રકમમાંથી તેણે પોતાનું ઘર પણ ખરીધુ. જે બાદ આર્થિક પરિસ્થિતિ સુધરતા પરિવારમાં પણ ખુશી છવાઇ હઇ. જે બાદ દીકરાની વહુએ કહ્યુ કે, ચાલો બાને લઇ આવીએ. ત્યારે દીકરો વહુ અને પૌત્ર ત્રણેય કુંવરબાને લેવા આવ્યા. ત્યારે દીકરાના પરિવારને જોઇને તો કુંવરબાની ખુશીનો તો પાર જ ન રહ્યો. ખરેખર જ્યારે આવી ઘટના બની ત્યારે ખૂબ જ હદયસ્પર્શી ઘટના બની.આજના સમયમાં પુત્રવધુનાં લીધે જ્યારે વૃદ્ધાઆશ્રમનો દ્વાર જોતા હોય ત્યારે આ પુત્ર વધુએ પુત્ર એ ફરી માતાના જીવનમાં ખુશીઓ આલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!