Entertainment

રાજભા ગઢવીએ દેશી પહેરવેશ પાઘડી મા ફોટો પોસ્ટ કર્યા! જુવો ખાસ તસવીરો

ગુજરાતી ફિલ્મોના કલાકારો અને ગાયક કલાકારો પોતાના ચાહકોની સાથે જોડાવવા માટે સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો અને યાદગાર પળો પોતાના ચાહકો સાથે શેર કરતા રહે છે. હાલમાં જ ગુજરાતી લોક ગાયલ કલાકાર રાજભા ગઢવીએ પારંપરી પહેરવેશ પહેરીને તસ્વીરો પોસ્ટ કરી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાલો ત્યારે અમે આપને માહિતગાર કરીએ કે આખરે ક્યાં કારણોસર આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ શા માટે થઈ રહી છે, તેમજ ચાહકવર્ગ આ જોઈને શું પ્રતિક્રિયાઓ આપી છે.

ગઈકાલ નાં રોજ રાજભા ગઢવી એ પોતાના સોશિયલ મીડિયા પર પારંપરિક પહેરવેશ પહેરીને ફોટો શૂટ કરાવેલ છે. આ ફોટોમાં તમે જોશો કે તેમને દેશી વેશભૂષા પહેરી છે જેમાં રાજવી પાઘડી અને સાથો સાથ લાકડી લઈને ફોટા પડાવ્યા છે. આ વેશ જોઈને જૂની આપણી સંસ્કૃતિઓ યાદ આવી જશે. આવો જાજરમાન પહેરવેશ જોઈને સૌ કોઈ રાજ ભા ગઢવીએ નાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ખરેખર આજના સમયમાં જ્યારે લોકો સોશિયલ મીડિયામાં મોર્ડન કપડાઓ પહેરીને મોર્ડન લોકેશનમાં ફોટો શૂટ કરાવે છે.

રાજભા ગઢવીએ જે રીતે મુંછો પર તાવ દઇ રહ્યા છે એ તેમનો જાજરમાન અંદાજ અદભુત છે અને તેમની લાકડી અને મોજડી અને પાઘડી સૌ કોઈને આકર્ષિત કરી રહ્યું છે.ત્યારે રાજભા ગઢવીએ કુદરત ખોળે ખુલ્લા વાતાવરણમાં દેશી પહેરવેશ પહેરીને કોઈપણ પોઝ આપ્યા વગર માત્ર નિખાલસ અને નિર્મળ રિતે સ્મિત આપીને જે અંદાજમાં ફોટોઝ પડાવ્યા છે,

આ જોઈને એક નજરે સૌ કોઈ તેમને જોયા જ કરે એવી અદ્ભૂત તસ્વીરો તેમને ક્લિક કરાવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે બેકગ્રાઉન્ડ દેખાય રહ્યું છે એને જોઈને લાગે છે કે કોઈ કદાચ ગીર નજીકનું ગામડું હોય. આ પહેરવેશમાં તેમની સાથે અન્ય વ્યક્તિઓ પણ જોવા મળી રહ્યા છે.

હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં સૌ કોઈ માટે અકર્ષણ નું કેન્દ્ર બન્યું છે અને સૌ કોઈ તેમના ચાહકો પોતાના શબ્દોમાં વખાણ જ કરી રહ્યા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઇન્સ્ટા અને ફેસબુકમાં આ તસ્વીરો શેર કરવામાં આવી છે અને તેમન ચાહકો રાજભા ગઢવી ને વખાણ કરતા કહી રહ્યા છે કે ખરેખે તેમને પોતાની સંસ્કૃતિ અને પારંપરિક પહેરશ થકી અનેક યુવાનો ને પ્રેરણા આપી રહ્યા છે. તમે પણ જણાવશો કે તમને રાજભા ગઢવીએ નો આ પહેરવેશ કેવો લાગ્યો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!