બાળક ટ્રેન નીચે આવી ગયો છતાં જીવ બચી ગયો, લેડી કોન્સ્ટેબલ ફરિશ્તા બનીને આવી અને કર્યું એવું કે…
કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેનને લઈને અનેક પ્રકારની ઘટનાઓ વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામેં આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, . રાજકોટના રેલ્વે સ્ટેશન પર એક બાળક પડી જતા તે પાટા નીચે આવી ગયો હતો.
આ ઘટનામાં ચોંકાવનાર વાત એ છે કે, આ બાળકપરથી એક નહીં બે નહીં પરંતુ ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા પરંતુ બાળકને ઉની આંચ પણ આવી નહોતી. કહેવાય છે ને કે દરેક વ્યક્તિનો જીવ બચાવવા કોઈ તો વ્યક્તિ નિમિત્ત માત્ર બનતું હોય છે. આ ઘટનામાં પણબાળકને બચાવવા માટે આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા દોડી ગઈ હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે.
ખરેખર આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી છે.જાંબાજ મહિલા કોન્સ્ટેબલને બાળકની માતા ભેટી પડી હતી. તે દ્રશ્યો પણ સીસીટીવીમાં (CCTV) કેદ થયા છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો બપોરના ભાગમાં માતા પુત્ર રાજકોટથી દાહોદ ટ્રેન મારફતે જતા હતા. આ સમયે માતા પુત્ર જ્યારે ટ્રેનમાં ચડી રહ્યા હતા ત્યારે બાળકનો પગ લપસી જતા બાળક ટ્રેનના પાટા નીચે આવી ગયો હતો. પોતાનો પુત્ર ટ્રેનની નીચે પાટા પાસે જતો રહેતા બાળકની માતા હતપ્રભ બની ગઈ હતી.
રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માનું ધ્યાન બાળક તરફ દોરાયું હતું. આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા બાળક સુધી હિંમતભેર દોડી ગઈ હતી. ત્યારબાદ બાળકને કહ્યું હતું કે, તું જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહે. બીજી તરફ બાળકે પણ હિંમત દર્શાવી અને તે જ સ્થિતિમાં રહ્યો અને આખરે તે બચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.