રેલ કર્મી એ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું અને સ્યુસાઈડ નોટ મા જાણાવી આ દુખ ભરી વાત
ઉત્તર પ્રદેશ ના મુરાદાબાદ મા એક ચકચારી ઘટના સામે આવી છે જેમા એક રેલ કર્મી એ સ્યુસાઈડ નોટ લખી ને ગળાફાસો ખાઈ લીધો છે આ યુવક ના આઠ દિવસ પહેલા જ નક્કી લગ્ન નક્કી થયા હતા. અને અચાનક દિકરા એ આપઘાત કરતા દિકરા ના માતા પિતા એ પ્રેમીઓ ઉપર આરોપ મુક્યા છે.
ઠાકુરદ્વરા પોલીસ સ્ટેશન હદ મા આવતુ ગામ ખાઈખેડા ગામ ની આ ઘટના મા સુમીત આશારામ નામનો યુવકે ગળાફાંસો ખાઈ ને જીવન ટુકાવ્યું હતુ. કંથ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાડીમાં ભાડાના મકાનમાં સવારે 11 વાગ્યે તેનો મૃતદેહ રૂમમાં લટકતો મળી આવ્યો હતો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડીને લાશને બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી. રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
આ સ્યુસાઈડ નોટ મા લખ્યુ હતુ. કે LOVE Mom-Dad’ લખીને સુસાઈડ નોટ શરૂ કરી. આગળ લખ્યું -મરવા માટે મજબુર છુ. સપના ને પણ છોડતા નહી. (ગર્લફ્રેન્ડનું નામ બદલ્યું છે) .. નહીં તો મારી આત્મા ભટકશે. સુમિતે સુસાઈડ નોટમાં પોતાનો એટીએમ પિન અને મોબાઈલ લોક પાસવર્ડ પણ લખ્યો છે. તેમણે એપલોકના પાસવર્ડ સહિત 5 વધુ લાઇનો લખી હતી, જે લખ્યા બાદ ચેકી નાખવામા આવી હતી. પોલીસે સુમિતનો મોબાઈલ ફોન અને સુસાઈડ નોટ જપ્ત કરી છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.
આ ઘટના મા માતા પિતા એ પ્રેમીકા પર આરોપ મૂક્યો હતો કે તેણી એ તેમના દિકરા ને મરાવા મુજબર કર્યો છે આ ઉપરાંત યુવક ના લગ્ન અન્ય જગ્યા એ આઠ દિવસ પહેલા જ નકકી કરવામાં આવ્યા હતા હવે જોવાનું રહ્ય કે ખરેખર આમા શુ બન્યુ હોઈ શકે પોલીસ બધા પાસા ની તપાસ કરી રહી છે.
