આવતા ચાર દિવસ દરમિયાન રાજ્યના આટલા વિસ્તારમાં જામશે કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ની……..
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ શિયાળો શરુ છે શિયાળાના આ સમય માં જ્યાં એક બાજુ ઠંડી લોકોને થીજાવી રહી છે ત્યાં વરસાદ પણ લોકોને પલાળવા માટે તૈયાર છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે ચોમાસાની સીઝન ઘણી સારી સાબિત થઇ છે. આજ વખતે સમગ્ર દેશમાં મેઘ રાજાએ પોતાની કૃપા વર્ષાવી છે. જેના કારણે દેશ નો જળ સંકટ ઘણો હળવો બન્યો છે. જો કે હાલ શિયાળો શરૂ છે છતાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી રહી છે.
મિત્રો જણાવી દઈએ કે હાલ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ ને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે ઠંડી ના આ સમય માં વરસાદથી ભીંજાવા તૈયાર રહેવાનું છે. જો કે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો માં ચિંતા નો માહોલ છે. જણાવી દઈએ કે આવનારા ચાર દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદ ની આગાહી કરી છે.
મિત્રો જણાવી દઈએ કે વાતાવરણ માં જોવા મળતો આ ફેર ફાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે છે. જેના કારણે શિયાળામાં પણ માવઠા જોવા મળે છે. જો કે વાતવરણ માં ફેરફારની અસર કાલથી જ જોવા મળી હતી. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ધીરે ધીરે વધતી જાય છે. જેના કારણે અમદાવાદ માં ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જો કે આ ઉપરાંત આજે પણ અનેક વિસ્તરમાં વરસાદ પડ્યા અંગે ના સમાચાર છે.
મિત્રો જણાવી દઈએ કે આજે બપોર સુધીમાં રાજ્યના અલગ અલગ 36 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આવા વિસ્તરોમાં દ્વારકા અને સુરેન્દ્રનગર ઉપરાંત જામનગર, બનાસકાંઠા અને અમદાવાદ જેવા અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાતાવરણમાં થયેલા ફેરફાર ના કારણે બનાસકાંઠા ના અમુક વિસ્તારો અને પાટણ ઉપરાંત શંખેશ્વર માં પણ વરસાદ જોવા મળ્યો છે. જો વાત હાલમાં રાજ્યના તાપમાન અંગે કરીએ તો હાલમાં રાજ્યમાં દિવસે તાપમાન 23 થી 24 ડિગ્રી જયારે રાત્રે 16 થી 18 દડિગ્રી આસપાસ નોંધાયું છે.
જો કે હાજી પણ આવનાર સમય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આવતા બે દિવસ માં રાજકોટ અને જામનગ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી સાથો સાથ કચ્છ સહીત ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જો કે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલ રવિ પાકની ખેતીનો સમય છે. તેવામાં વરસાદ ને કારણે આ પાકોને નુકસાન પહોંચી શકે છે માટે ખેડૂતોને પોતાના પાકો સુરક્ષિત સ્થળોએ લઇ જવા અંગે પણ કહેવામાં આવ્યું છે. ઠંડી ને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ બાદ ફરી ઠંડીનો માહોલ જામશે.