Gujarat

ગુજરાત મા જામ્યો વરસાદી માહોલ! જાણો છેલ્લા 24 કલાંક મા કયાં તાલુકા મા કેટલો વરસાદ પડ્યો

આ વર્ષ ચોમાસુ ઘણુ નબળુ થવાનુ એંધાણ છે ત્યારે રાજ્ય મા પાંચ દિવસ વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી હતી અને રાજ્ય મા ઘણા તાલુકા મા વરસાદ વરસ્યો હતો જેના આકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાંક દરમ્યાન રાજ્ય ના 30 તાલુકા મા 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો અન્ય 10 તાલુકા મા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ ની આગાહી વચ્ચે 19 ઓગસ્ટ ના સવાર ના 6 વાગ્યા સુધી મા છ કલાક દરમિયાન રાજ્યના 81 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને વલસાડ ના જીલ્લા મા વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 1.32 ઇંચ, ધરમપુર 1.2 ઇંચ, વલસાડમાં 2 ઇંચ, ઉમરગામમાં 2.16 ઇંચ, પારડીમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 4.36 ઈંચ વરસાદ નોંધાયો છે અને ગુરુવારે પણ વરસાદ ની લહેર યથાવત રહી છે.

અન્ય તાલુકા અને જીલ્લા ઓ ની વાત કરવામા આવે તો સારો એવો વરસાદ વરસ્યો છે જેમા
બારડોલીમાં 99 મિલીમીટર, પારડીમાં મિલીમીટર, કામરેજમાં 92 મિલીમીટર, મહુવા (સુરત) અને પલસાણામાં 84 મિલીમીટર, આહવામાં 78 મિમીમીટર વરસાદ નોંધાયો છે. રાજ્યાના 30 તાલુકામાં 24 કલાક દરમિયાન 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. બીજી તરફ આજથી એટલે કે 19 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યારસુધી રાજ્યમાં સિઝનનો 38.98% સરેરાશ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી પ્રમાણે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદી બે કાંઠે વહી રહી છે. બોરખલ, ધોડવહડ, સુપદહાડ, સૂર્યાબરડા, નાનાપાડા અને કુમારબંધ કોઝવે ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે.

છેલ્લા 24 કલાંક થયેલી મેઘ મહેર ના લીધે ખેડુતો એ રાહત નો સ્વાસ લીધો છે પરંતુ હજી વરસાદ ની ઘટ જોવા મળી રહી છે અને ગુજરાત ના અન્ય જીલ્લા ઓ મા વરસાદ નહીવત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!