મણિરાજ બારોટની બે દીકરી ના લગ્ન મા મોટી બેન રાજલ બારોટે પિતા ની ફરજ નિભાવી કન્યાદાન કર્યુ ! સર્જાયા ભાવક દૃષયો
હાલમાં જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે હાલમાં ગુજરાતની લોકપ્રિય ગાયક કલાકાર રાજલ બારોટ પોતાની બહેનનોના ધામધૂમપૂર્વક થી લગ્ન કર્યા. આ લગ્નનાં લીધે સૌ કોઈ કલાકારો ખાસ હાજરી આપી હતી. ખરેખર તમારી આંખમાંથી આંસુઓની ધરામાં વહેવા લાગશે કારણ કે, રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપ્યું.
રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ લગ્નમાં જીગ્નેશ કવિરાજ થી લઈને માયાભાઈ આહિર સહિતના કલાકારો હાજર રહ્યા હતા.જાણીતા લોક ગાયક મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરી એકલી પડી ગઈ હતી.
બહેનોને કોઈ પણ ભાઈ ન હોવાથી તે સમયે રાજલ બારોટે પણ પિતાના પગલે લોકગાયક બની બહેનોને મોટી કરી હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલે કન્યાદાન કરી ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું. ત્યારે ફરી એકવાર રાજલે પોતાની ગઈકાલે તેની બે નાની બહેનોના પણ ધામધૂમથી લગ્ન કરાવી બંને બહેનોનું કન્યાદાન કર્યું હતું.
હાલમાં સોશિયલ મીડિયામાં લગ્નની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે, ત્યારે ખરેખર આ લગ્નના તસ્વીરો જોઈને તમારી આંખોમાં આંસુઓ આવી જશે કારણ કે રાજેલ એક નહીં પણ એકી સાથે ચાર સંબંધોની ગેરહાજરી પુરી કરી હતી. માતા પિતા બનીને બંને બહેનોનું કન્યાદાન કર્યું તેમજ જવતલ રમીને ભાઈની કમી પણ પુરી કરી. ખરેખર આ ઘટના સૌ કોઈને હદયને સ્પર્શી ગઈ.
આ લગ્ન ગુજરાતનાં તમામ લોકો માટે પ્રેરણાદાયી સાબિત થયા.એક દીકરી ધારે તો કંઇ પણ અશક્ય કાર્યને શક્ય કરી શકે.