આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શિક્ષણ છૂટ્યું પરંતુ રાજકોટના આ યુવાનના ખાટલા દેશ-વિદેશમાં વેચ્યા અને તેની કીંમત જાણશો તો….
આજના સમયમાં જો વ્યક્તિ ઈચ્છે તો કંઈ અશક્ય કાર્યને શક્તિ બનાવીને જીવનમાં સફળતાનાં સોપાન સર કરી શકે છે. જીવનમાં જે વિકટ પરિસ્થિતિમાં પણ સમસ્યાઓનું નિવારણ કરે એજ વ્યક્તિ જીવમમાં આગળ વધી શકે છે. આજેઅમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જેમણે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શિક્ષણ છૂટ્યું પરંતુ યુવાનના ખાટલા દેશ-વિદેશમાં વેચ્યા અને તેની કીંમત જાણશો તો તમને પણ નવાઈ લાગી જાય છે.
ખરેખર આ યુવાની વાત સાંભળીને તમે પણ આશ્ચય પામી જશો. હાલમાં જ ધ બેટર ઈન્ડીયા નામની વેબસાઈટમાં 25 વર્ષીય યુવાન મુસ્તુફા 800-900 જાતના રજવાડી ભાતના સુંદર-સુંદર ખાટલા બનાવી તેનું આખા ભારતની સાથે-સાથે ઈંગ્લેન્ડ અને અમેરિકામાં પણ વેચાણ કરે છે. આ ખાટલા બનાવવા ખાસ ટ્રેનિંગ નથી લીધી. વાત જાણે એમ છે કે, પિતા ગામ લોકોને ખાટલા ભરી આપતા અને બસ તેમાંથી જ શીખી ગયા આ કળા અને દેશ-વિદેશમાં આપણી સંસ્કૃતિનુ ફેલાઈ રહી છે.
આ યુવાન વિશે જાણીએ તો રાજકોટ જિલ્લામાં રહેતા 25 વર્ષીય મુસ્તુફા લોઢાની. પરંપરાગત રીતે ખાટલો ભરવામાં આવતી કારીગરીને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો વ્યવસાયનું સ્વરૂપ આપ્યું છે, જેમાં તેઓ વર્ષે 800 થી 900 ખાટલા ઓનું વેચાણ ભારત સહિત અમેરિકા જેવા દેશોમાં કરી રહ્યા છે.12 થી 15 વર્ષ પહેલા તેઓ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલ જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા હતા, જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ જે તે સમયે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમને ધોરણ 10 બાદ અભ્યાસ અધવચ્ચે મૂકી દેવો પડયો હતો. વર્ષ 2012 માં પોતાનું ગામ છોડી રોજગાર માટે રાજકોટ આવી પહોંચ્યા હતા.
તેમના પિતા સબીરભાઈ હારૂનભાઇ લોઢાએ આ જ કૌશલ્યને રોજગારમાં રૂપાંતર કરી રાજકોટમાં જ ઇન્ડિયા ફેબ્રીકેશન રજવાડી ખાટલાનો વ્યવસાય શરૂ કર્યો અને ધીમે ધીમે તેમને આ વ્યવસાયમાં સફળતા મળતી ગઈ અને પરિણામે આજે મુસ્તફાભાઈ પણ ખાટલા ભરવાના વ્યવસાયમાં જોડાયા છે.આજે ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે ભારતના અનેક રાજ્યો તેમજ અમેરિકા અને લંડન જેવા દેશોમાં પણ ખાટલાઓનું ભરપૂર વહેંચાણ કરી રહ્યા છે. અને કોરોના કાળમાં પણ આ દેશ-વિદેશમાંથી ખાટલા ખરીદવા માટેના ફોન આવી રહ્યા છે. ખાટલાઓની કિંમત 2,800 થી શરૂ થઈને 40,000 સુધીનાં ખાટલા વેચાણ કરવામાં આવી રહ્યું છે.દેશ વિદેશોમાં ખૂબ જ લોકપ્રિય બનેલ છે.
The better india : source