રાજલ બારોટે પિતાની કમી પુરી કરીને બહેનોનાં ધામધૂમથી લગ્ન કર્યા.આ કલાકારો મણિરાજની દીકરીઓના વ્હારે આવ્યા…
હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આજે આપણે એક એવા લગ્ન વિશે વાત કરીશું, જે ખૂબ જ અનોખા હતા. આપણે જાણીએ છે કે, દીકરીના લગ્નની ચિંતા બાપને વધુ હોય છે પરંતુ તમે વિચાર કરો કે જેને પિતા કે ભાઈ જ ન હોય એ દીકરીના લગ્નની ચિંતા કોણ કરે ? આજના સમયમા સામન્ય વ્યક્તિ થી લઈને શ્રીમંત લોકોના લગ્નમાં એક પિતા માટે લગ્ન કરવા ધામધૂમ થી એ મોટી વાત છે. ત્યારે ગયા વર્ષે સ્વ મણીરાજ બારોટની દીકરી રાજલે પોતાની ભેંનના લગ્ન એવા ધામધૂમથી કરાવ્યા કે, જગત આખું જોતું જ રહી ગયું. આ લગ્નમાં અનેક કલાકારો હાજરી આપીને આ લગ્નની શોભામાં વધારો કરેલ.
મહત્વની વાત તો એ છે કે, ખરેખર ધન્ય છે મણીરાજ બારોટની દીકરીઓ ને જેને માતા પિતાની છત્રછાયા ન હોવા છતાંય રાજલ પોતાની બહેનોના લગ્નને ધામધૂમ પૂર્વક ઉજવ્યા અને આ લગ્નમાં કોઈપણ ઉણપ ન આવવા દિધી.આજના સમયમાં રાજલ બારોટ સાબીત કરી બતાવ્યું કે, એક દીકરી ધારે તો ગમે તે અશક્ય કાર્યને પૂર્ણ કરી શકે છે. રાજલ બારોટ પોતાની સંગીતની કળા થકી નામના મેળવીને સફળતા પ્રાપ્ત કરી.
ખરેખર પોતાની બહેનોનાં જીવનને ખૂબ જ વૈભવશાળી બનાવ્યું અને તેમના દરેક સપનાઓને પૂર્ણ કર્યા હતા. ખરેખર ધન્ય છે, રાજલ બારોટ અને મહત્વની વાત એ છે કે ગુજરાતી લોક ગાયક કલાકારો તેમના મિત્ર મણીરાજ બારોટની કમી ન રહે તે માટે માયાભાઈ આહીર, કવિરાજ જીગ્નેશ, રાજભા ગઢવી, ગમનસાથલ અને આવા અનેક કલાકરો ગરબા રાત્રીમાં હાજરી આપીને લગ્નને ખૂબ જ યાદગાર બનાવ્યા.
ગઈકાલે લગ્નનાં ગરબા યોજાયેલ અને આ પ્રસંગમાં સૌ કલાકારો પોતાના સ્વરો થકી ખૂબ જ શાનદાર બનવ્યા હતા. આલગ્નની તમામ તસ્વીરો અમે આપના માટે લઈને આવીશું. આ બ્લોગ માત્ર એ આપને સંદેશ આપે છે કે, એક પિતા ન હોવા છતાંય પણ દીકરીઓ એક બીજાનો સહારો બનીને પણ જીવનના અનેકગણી સફળતા મેળવીને આજે આ સ્થાને છે. ભલે આજે ધામધૂમથી રાજલ બારોટ તેમનક બહેનોના લગ્ન કર્યા પણ તેમના પિતા ની ખોટ વર્તાય જ હશે.
આ લગ્નમાં લોક ગાયક કલાકારોએ પોતાના મિત્ર સ્વ મણીરાજ બારોટની મિત્રતા નિભાવવા તેમની દિકરીઓના લગ્નમાં સામેલ થઈને તેમની પડખે રહ્યાં હતાં અને આ લગ્નને ખૂબ જ વૈભવશાળી બનાવ્યા. હાલમાં આ લગ્નના ગરબા રાત્રી અને પીઠીના તસ્વીરો અમે આપના માટે લાવ્યા છે. અહેવાલો મળતા જ લગ્નની તસ્વીરો આપના માટે લઈને આવીશું.