Viral video

મહેલ જેવું છે રાજલ બારોટનું સાસરિયું! સગાઇ બાદ રાજલ બારોટના કંકુ પગલાનો પ્રસંગ યોજાયો, જુઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર સ્વર્ગસ્થ મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ સગાઈના બંધને બંધાયા હતા.આપ સૌના મનમાં પહેલો પ્રશ્ન એ જરૂરથી થયો હશે કે રાજલ બારોટ ની સગાઈ કોની સાથે થઈ. આપ સૌને જણાવી દઈએ છે કે રાજલ બારોટને થનાર પતિ કોઈ ગાયક કલાકાર કે તેમજ ગુજરાતી ફિલ્મના અભિનેતા નથી પરંતુ એક સામાન્ય યુવક છે.

આ વ્યક્તિનું નામ છે અલ્પેશ બંભાણિયા. રાજલ બારોટ ની સગાઈમાં ગુજરાતી કલાકારો તેમજ અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ રાજલ બારોટના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. આ ખાસ તસવીરો અને વીડિયો રાજલ બારોટે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રાજલ બારોટના સાસરિયું ખૂબ જ આલીશાન અને ભવ્ય છે.

ગુજરાતી પરંપરા પ્રમાણે કંકુ પગલા વિધિ છે, આ વિધિ પ્રમાણે સગાઇ નક્કી થઈ ગયા બાદ દીકરી પહેલીવાર પોતાના સાસરિયામાં ગૃહ પ્રવેશ કરે છે, તેને કંકુ પગલાં પાડવામાં આવે છે જેથી સાસરિયામાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય છે, કારણ ઘરની વહુ એ લક્ષ્મી સ્વરૂપ છે. રાજલ બારોટે પણ ખૂબ જ ધામધૂમથી પોતાના સાસરિયામાં કંકુપગલાં કર્યા.

વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, રાજલ બારોટે પોતાના હાથમાં બાળ ગોપાલ લઈને આવ્યા અને ત્યારબાદ પોતાના ઘરના ઉંબરે કળશ ઢોળીને કંકુ પગલાં પાડયાં હતાં અને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને પોતાના સાસરિયા પક્ષના તમામ સભ્યોના આશીર્વાદ લીધા હતા, તમે વીડિયોમાં જોઈ શકશો કે રાજલ બારોટ અને તેમના પતિઅલ્પેશ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

ખરેખર રાજલ બારોટ નું જીવન ખૂબ જ સંઘર્ષ ભરેલો હતો છતાં પણ તેમની પોતાના જીવનમાં સફળતા તેમજ નામના પ્રાપ્ત કરી અને આજે તેઓ પોતાના જીવનની એક નવી શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે પણ સૌ કોઈ તેમને શુભકામના પાઠવીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!