રાજલ બારોટ બહેનો સાથે પહોંચી કિંજલ દવેના ઘરે મળવા! જુઓ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો….
કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ ચારો તરફ તેની ચર્ચાઓ થઈ રહી છે. સગાઇ શા માટે તૂટી તેનું કારણ તો સામે આવ્યું છે અને આ બાબતે કિંજલ દવે એ જાહેરમાં આવીને કોઈપણ નિવેદન નથી આપ્યું પરંતુ હાલમાં જ એક – બે દિવસ પહેલા કિંજલ દવેએ પોતાના સોશીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી.

હિંડોળા પર ઉદાસ બેઠેલ કિંજલ દવેએ તસવીર પોસ્ટ કરતાની સાથે લખ્યું હતું કે, જિંદગી તમને જ્યા પણ રોપે, ખીલો આકર્ષક રીતે. ખરેખર કિંજલ દવેની વાત સો ટકા સાચી છે. જીવનમાં અનેક સુખ દુઃખના વળાંકો આવે છે, ત્યારે આપણે તે પરિસ્થિતિનો સ્વિકાર કરીને આગળ વધવું જોઈએ અને જીવનમાં હંમેશા હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ.

સગાઇ તુટયા બાદ કિંજલ દવેના કામમાં કોઈ ફરક નથી પડ્યો અને તે પોતાના દરેક પર્સનલ કાર્યક્રમમાં હાજરી આપી રહી છે. હાલમાં તે ફરી પોતાનું જીવન એવી જ રીતે જીવી રહી છે, જેમ તે પહેલાં જીવન જીવતી હતી. આજ રોજ જ રાજલ બારોટે પણ કિંજલ દવે સાથેની તસવીરો શેર કરી છે.

મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ પોતાની બહેનો અને જીજાજીઓ સાથે કિંજલ દવેના ઘરની મહેમાનગતિ માણી હતી. રાજલ બારોટ અને કિંજલ દવે બંને બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર છે. રાજલ બારોટે કિજલના ઘરે આવેલ મા ચહેરના દર્શન કર્યા હતા. આ તમામ યાદગાર પળો રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
