સ્વ. મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ એ આલિશાન લકઝરીયર્સ કાર ખરીદી ! પિતા ને યાદ કરતા કાર સાથે એવો ફોટો લીધો કે…જુઓ તસવીરો
આપણે જાણીએ છે કે મણિરાજ બારોટ પોતાના લોક ડાયરા માં એવી રમઝટ બોલાવી દેતા કે ડાયરો સાંભળી રહેલા શ્રોતાઓ નાચવા માટે મજબૂર બની જતા. જ્યારે પણ નગરજનો ને માલૂમ પડતું કે, મણિરાજ બારોટનો ડાયરો છે તો લોકો ઠેર ઠેર થી ડાયરો સાંભળવા આવી પહોંચતા તેમનો કંઠ ખુબજ સૂરીલો હતો. આજે ભલે તેઓ હયાત ન હોય પરંતુ તેમની દીકરી આજે ધૂમ મચાવી રહી છે અને તેમની ખોટ પુરી કરી છે.

રાજલ બારોટ પિતાના મુત્યુબાદ પોતાની ત્રણેય બહેનોની માતા-પિતા અને ભાઈ બનીને તમામ જવાબદારી ઉઠાવી તેમજ ધામધૂમથી લગ્ન કરાવ્યાં એ વાત આપણે જાણીએ છે. પિતાના અવસાન પછી રાજલ બારોટ પોતાના એક શો માટે રૂપિયા ૨૦૦ લેતાં, જ્યારે આજે તે દરેક સ્ટેજ શોમાં પોતાના પિતાની માફક જ પોતાના અવાજથી રમઝટ બોલાવી રહી છે. હાલમાં જ રાજલ બારોટે લકઝરીયર્સ કાર ખરીદી છે.

તમને જણાવી દઈએ કે રાજલ બારોટે xuv 700 લકઝરીયર્સ કાર લીધી છે અને આ આ કારની કિંમત રૂ 13 લાખથી રૂ 25 લાખ સુધીની છે. રાજલે આ કાર લીધી ત્યારે સૌ પ્રથમ પોતાના માતા-પિતાની તસવીર રાખીને તેમની પૂજા કરી. ત્યાબાદ કાર સાથે યાદગાર ફોટોઝ પડાવેલ આ ખુશી દરમિયાન તેમની ત્રણેય બહેનો એ ખાસ હાજરી આપી હતી. ખરેખર રાજલ બારોટે આજે દેશ વિદેશમાં ગીતો ગાઈને ખૂબ જ સફળતા મેળવી છે.
રાજલની સફળતાની વાત કરીએ તો રાજલ બારોટે “આયો કોરોના આયો” અને “ઘાયલ બેવફા” જેવા સુપરહિટ ગીતો ગાયા છે, અને એક ગાયક તરીકે આગવી છબી ઉભી કરી છે. જ્યારે પોતાનું અવસાન થયું ત્યારે રજળની ઉંમર માત્ર ૧૨-૧૩ વર્ષની જ હતી, અને તેઓ શાળામાં અભ્યાસ કરતા હતા. તેઓ પોતાના પિતાની નજીક હોવાથી રાજલમાં મણિરાજની જલક જોવા મળે છે.વધુમાં જણાવીએ તો વર્ષ ૨૦૦૬માં રાજલ બારોટે ગાવાની શરૂઆત કરી હતી, ત્યારે તેમને ૨૦૦રૂપિયા રકમ મળતી.

રાજલ નો સંગીત માટેનો પ્રેમ જાહેર કરતા રાજલ કહે છે કે, “જેમ માછલી માટે પાણીની જરરિયાત છે તેવીજ રીતે મારા માટે સંગીત છે, સંગીત વીના હું મારી જાતને અધૂરી સમજુ છું”.રાજલ બારોટ સંગીતને માતા સરસ્વતીની આરાધના ના રુપે જુએ છે, તેમજ તેઓ કહે છે.

આજે તેઓ જે કાઈ પણ છે તે પોતાના ચાહકો અને પિતા તરફથી મળેલા સંગીતના વારસાને કારણે જ છે.આટલું નહિ તે પોતાની કમ્યાબીનો બધોજ શ્રેય પોતાના ચાહકો અને પિતાને જ અર્પણ કરે છે,જ્યારે તેને પહેલીવાર પોતાની કાર લીધી છે, ત્યારે તે પોતાના માતા પિતાને અર્પણ કરેલ છે.
