રાજસ્થાન દર્શન કરવા ગયેલ ગુજરાતી પરિવાર અકસ્માત નડ્યો! ટ્રકે અડફેટે લેતા ચારના મોત જ્યારે 8 વર્ષનાં બાળકને…
કોણ જાણે કાલે સવારે શુ થશે! ખરેખર આ ખરી વાસ્તવિકતા છે. આપણે જાણીએ છે કે અનેક લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે. એમાં પણ આપણે જોઈએ છીએ કે, કંઈ રીતે લોકો ભગવાનના દર્શન કરવા ગયા હોય તો પણ તેમને કાળ ભરખી જતો હોય છે. આવી જ એક ઘટના ગુજરાતી પરિવાર સાથે બની જેઓ રાજસ્થાન દર્શન કરવા ગયા હતાં.ખરેખર આ ઘટના એટલી કરુણ દાયક છે કે એક જ પરિવારના લોકોનો એકી સાથે જીવ લેવાઈ ગયો. આ ઘટના અંગે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, બનાસકાંઠાના પરિવાર
8 સપ્ટેમ્બરે ગુજરાતના ધાનેરાના જસોલ મંદિરના દર્શન માટે ગયા હતા. આજે શનિવારે સવારે સાત વાગ્યે જસોલથી બનાસકાંઠાના ધાનેરા જવા નીકળ્યા હતા. પણ આઠ વાગ્યે પૂરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચારનાં મોત થયાં છે. 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે.
ટ્રકે હડફેટે લેતાં કારનો ડૂચ્ચો થઈ ગયો હતો અને ત્રણ વ્યક્તિનાં સ્થળ પર જ મોત થયાં હતાં. જ્યારે એક મહિલાને સારવાર મળે તે પહેલાં રસ્તામાં મોત થયું હતું. આ અકસ્માત એટલો ખરાબ હતો કે મહિલાઓના મૃતદેહને બહાર કાઢવા માટે કાર કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો છે.
આ અકસ્માતના લીધે બે મહિલા અને એક પુરુષનાં સ્થળ પર જ મોત થયાં હતા જ્યારે એક મહિલા અને આઠ વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં મહિલાનું મોત થયું હતું. બાળકની સારવાર ચાલી રહી છે પણ હાલત ગંભીર બતાવાઈ રહી છે. મૃતકો અંગે જાણીએ તો બનાસકાંઠાનાં ભાલડીના વતની કમલાદેવી (70), ઘાનેરાના રાજેશ કૈલાશ માહેશ્વરી (22), ધાનેરાના દ્રૌપદીબેન (65) અને મનિષાબેન (32)નો સમાવેશ થાય છે. આ મૃતકો એક જ પરિવારના છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.