Gujarat

.રાજસ્થાન નો વાયરલ વિડીઓ ! મહીલા કોન્સ્ટેબલ અને DSP વિડીઓ મા નવો ખુલાસો થયો

હાલ રાજસ્થાનનો ખાખી ને દાગ લગાડતો એક વિડીઓ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામા આવી રહ્યુ છે કે એક મહિલા કોન્સ્ટેબલ અને ડીએસપી ઓફીસર એક સ્વીમીંગ પુલ મા નાહી રહ્યા છે અને સાથે અજીબ અજીબ હરકતો કરી રહ્યા છે અને તેવો મોજ મસ્તી મા એટલા ખોવાયેલા છે કે સાથે એક બાળક છે એનો પણ ભાન નથી રહ્યો.

આ 2:38 મીનીટ નો વિડીઓ હાલ ખુબ ચર્ચા નો વિષય બની ગયો છે. આ વિડીઓ મા જે પોલીસમેન છે તેનુ નામ હિરાલાલ સૌની છે તેવુ કહેવામાં આવી રહ્યુ છે. અને અજમેર જીલ્લા ના વ્યાવર ના ડી.એસ.પી છે અને તેની સાથે મહિલા કોન્સ્ટેબલ પણ છે અને સાથે એક બાળકી પણ છે.આ વિડીઓ બાદ મહિલા કોન્સ્ટેબલ પતિની ફરિયાદ પર, રાજસ્થાનના ડીજીપી એમએલ લાઠરે આ બાબત ને ધ્યાન મા લઈને મહિલા કોન્સ્ટેબલ અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

પોલીસ તપાસ બાદ હરીલાલ સૈની ની ઘરપકડ કરવામા આવી હતી અને હવે મહીલા કોન્સ્ટેબલ ની પણ ધરપકડ કરવામા આવી હતી. તેના પર ચાઈલ્ડ પો-નોગ્રાફી અને પોકસો એકટ મા ધરપકડ કરવામા આવી હતી. અને હરીલાલ સૈની ને 17 તારીખ સુધી રીમાન્ડ પર લેવામા આવ્યા હતા.

હરીલાલ સૌની ની પુછપરછ મા સામે આવ્યુ હતુ કે પોસ્ટીંગ દરમ્યાન મહીલા કોન્સ્ટેબલ સાથે તેની મિત્રતા થઈ હતી અને તપાસ મા સામે આવ્યુ હતુ કે વિડીઓ 10 જુલાઈ ના રોજ બનાવ્યો હતો જ્યારે કોન્સ્ટેબલ ના દિકરા નો જન્મ દિવસ હતો. બંનેએ જન્મદિવસની ઉજવણી માટે પુષ્કર વેસ્ટર્ન રિસોર્ટ એન્ડ સ્પા સેન્ટર બુક કરાવ્યું હતું. બંને રિસોર્ટમાં બે દિવસ રોકાયા હતા. તેણે રિસોર્ટ અને સ્વિમિંગ પુલમાં 50 વીડિયો બનાવ્યા. ખાસ વાત એ છે કે આ રિસોર્ટ પુષ્કર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ મીણાએ બુક કરાવ્યો હતો. અજમેર એસપીએ રાજેશ મીણાને શો કોઝ નોટિસ પણ આપી છે.

મહીલા કોન્સ્ટેબલ ના પતિ નુ કહેવુ છે કે 2001 મા તેમના લગ્ન કુચાભલ શહેર ની યુવતી સાથે થયા હતા અને 2008 મા તેની નોકરી રાજસ્થાન પોલીસ મા લાગી હતી અને વિડીઓ બાદ તેવો ની ઘણી બદનામી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!