Viral video

રાજભા ગઢવીએ થયા લાલધુમ, યુવાનો આપી શિખામણ કે, આઈ.પી.એલમાં ગાંડાતૂર થઇને……જુઓ વિડીયો, શું બોલ્યા

હાલમાં આઈ.પી.એલનો માહોલ છે, ત્યારે તમામ ક્રિકેટ રસિયાઓ મેચ જોવામાં પોતાના કામ ધંધા પણ ભૂલી જતા હોય છે. રમતને રમત રાખવાને બદલે ઘણા લોકો સટ્ટાનો ધંધો પણ બનાવી છે. જે લોકો માટે એક સમયે ખુબ જ ગંભીર બાબત બની જાય છે. સટ્ટો રમવો એ ખરેખર ખરાબ આદત છે અને આજના સમયમાં ક્રિકેટમાં લોકો સટ્ટો રમે છે અથવા ઓનલાઇન ક્રિકેટ ગેમમાં પણ પૈસા બગાડે છે, તેવા યુવાનોને સાચી દિશામાં દોરવા માટે રાજભા ગઢવીએ આઈ.પી.એલ જોવાને બહાને સટ્ટાબાજી કરનાર પર પોતાનો બળાપો કાઢ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વારયલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે રાજભા ગઢવીએ જાહેર મંચ પરથી કહ્યું છે કે,
આઈ.પી. એલમાં તો ગાંડા થઈને દુકાનો બંધ કરી, ધંધા મૂકી દે અને આપણે આવા કાર્યક્રમ કરીએ તો કહે કે, એકચ્યુલી પૈસા બગાડીને ખોટો માણસનો સમય બગાડે છે. આઈ.પી.એલ.માં જે તમે બગાડો છો, આ જે સટા રમો છો , એ બધો પૈસો અંડર વર્લ્ડ માં જાય છે , એ કહી દઉં તમને. આ જાહેરમાં કઉં છું કે ક્રિકેટ નો પૈસો અને બોલીવુડનો પૈસો અંડર વર્લ્ડ માં જાય છે.

અને ઇ ની એ આપણા પાછા આપણને મારવા અને હુમલો કરવા આવે છે. આપણાં યુવાનો જે આઈ.પી.એલ્માં ધંધા બંધ કરી દે છે એને શું તમે અનુષ્ઠાન ક્યો છો. આ અમારું છે એ ખોટું છે હૈ? અમે આ છે  એ રાખવામાં છે, બસ તમારા જેવા સાંભળવા વાળા છીએ. ખરેખર રાજભા ગઢવીએ એ આજના યુવા પેઢીને સાચી શિખામણ આપી છે, ક્રિકેટ જોવામાં વાંધો નથી પણ ખોટા ગેરમાર્ગે ચાલવાથી જિંદગી પણ આપણી બરબાદ થઇ જાય છે અને પૈસા પણ ખર્ચાય જાય છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે. રાજભા ગઢવીએ એક લોકપ્રિય લોક સાહિત્યકાર તો છે પરંતુ તેઓ પોતાના લોક ડાયરામાં આજના યુવા પેઢીઓને પણ ખરું માર્ગદર્શન અપાતા રહે છે. લોકોના જીવનને ઉજ્જવળ અને સારું બનાવવા માટે તેઓ હંમેશા લોકોને જીવન ઉપયોગી ઉપદેશ આપે છે. જે ખરેખર આપણા સૌ માટે એક સારી વાત કહેવાય.

https://www.instagram.com/reel/C5PzyMLvg3W/?igsh=MXUxeGx1Y3l1em8yaA==

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!