Gujarat

રાજભા ગઢવી નો ભેસો ચરાવતો વર્ષો જુનો વિડીઓ જોઈ તમે પણ કહેશો કે સમય બદલાતા વાર નથી લાગતી…જુઓ વિડીઓ

આ જગતમાં સમય ક્યારેય કોઈનો થયો નથી અને થશે પણ નહિ તેમજ સમયને બદલાતા વાર પણ નથી લાગતી. હાલમાં જ ફેશબુક પર એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં જોઈ શકો છો કે, ગીરના જંગલમાં માલધારીઓ પોતાના પશુઓને ચરાવવી રહ્યા છે, તેમજ એક યુવાન દુહા ગાઈ રહ્યો છે.” અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી” માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો , સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો , બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી , અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી” તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવાન માલધારી બીજું કોઈ નહિ પણ રાજભા ગઢવી છે.

આ વિડીયો એ સાબિત કરે છે કે સમય બદલાતા વાર નથી લાગતી સાહેબ! આ યુવાન માલધારી બીજું કોઈ નહિ પરંતુ ગુજરાતના ગૌરવ સમાન લોક સાહિત્યકાર રાજભા ગઢવી છે. આપણે જાણીએ છે કે, આજે તેમની પાસે નામના અને સંપત્તી પણ છે. આ છે, સમય અને પરીશ્રમની તાકાત. જો તમે આત્મવિશ્વાસ અને મનોબળ સાથે આગળ વધો અને મહેનત કરો એટલે તમારું સપનું સાકાર થાય.

રાજભા ગઢવી ના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ અમરેલી ના કનકાઈ બાણેજ માં ગીર લીલાપાણી ના નેશમાં થયો હતો. જોકે રાજભા ગઢવીએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ મેળવ્યો નથી.પોતાની આવડત અને કુશળતા નાં આધારે અભ્યાસ ના હોવા છતા પણ રાજભા ગઢવીએ અનેક રચનાઓ કરી છે તેઓ એક સારા લોક સાહિત્યકાર કવિ અને ગીતના રચયીતા પણ છે.બાળપણથી જ રાજભા ગઢવી ગીરના જંગલોમાં કુદરત ના ખોળેજ ખેલીને મોટા થયા છે કે જે તેમની બોલવાની છટા અને તેમની ભાષા શેલીમાં જોઈ શકાય છે.

શરૂઆત થી જ પશુ પાલન સાથે જોડાયેલા રાજભા ગઢવી આજે પણ ઘરમાં અનેક પશુઓ સાચવે છે શરૂઆત માં આજ પ્રવૃત્તિ કરી પોતાની અને ઘરનું ગુજરાન ચલાવતા હતા જોકે હાલમાં રાજભા ગઢવી ગીરને બદલે જુનાગઢ માં વસ્યા છે. બાળપણ માં જ પશુઓ ચરાવવા જતા રાજભા ગઢવી રેડિયો પર ભજન સંભાળતા અને ગાતા હતા તેવામાં એક વખત વર્ષ ૨૦૦૧ માં સતાધાર પાસે ના રામપરા ગામમાં એક કાર્યક્રમ માં બોલાવવામાં આવેલ મુખ્ય કલાકારો મોડા પડ્યા ત્યારે રાજભા ગઢવી ને સ્ટેજ પર જવાનો મોકો મળ્યો. બસ તેમના જીવનનો એ વળાંક આપણે જોઈ શકીએ છે કે, આજે તેઓ ક્યાં સ્થાન પર છે. આ છે સમયની તાકાત જે વ્યક્તિનું જીવન ગમે ત્યારે બદલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!