Entertainment

રાજેશ ખન્નાએ 1000 કરોડની સંપત્તિ દીકરીઓના નામે કરી, પત્નીને ન આપ્યો એક પણ પૈસો? શું હતું કારણ?

માણસ જીવનના અંત સુધી માત્ર પૈસા કમાવવા માટે આખું જીવન ખર્ચી નાખે છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. જીવનના અંતે આપણે કંઈ પણ વસ્તુઓ ભેગી નથી લઈ જવાના. તો પછી આ બધું કોના માટે કરીએ છીએ? આપણા વારસદારો માટે કારણ કે તેમનું જીવન વૈભવશાળી અને ખુશીમય વિતે. ખરેખર આમ પણ વ્યક્તિ મુત્યુ પામે છે, ત્યારે પોતાની સંપત્તિ દીકરાઓ અને દીકરી નામે કરતા હોય છે. આ વાત તો સત્ય છે, પરંતુ રાજેશ ખન્ના પોતાની દીકરીઓ માટે જ સંપતિઓ રાખી અને તેમની પત્નીને ભાગે કંઈ પણ ન રાખ્યું તેની પાછળ એક કારણ રહેલું છે.

બોલિવુડનાં સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પોતાની મોહક સ્મિતથી બધાનું દિલ જીતી લીધું હતું. રાજેશ ખન્ના ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમના ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. અભિનેતાએ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરીને ઘણી ખ્યાતિ મેળવી છે.જણાવી દઈએ કે, એક્ટર રાજેશ ખન્નાએ 1966માં આવેલી ફિલ્મ “આખીરી ખત” થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રાજેશ ખન્નાએ સતત 15 હિટ ફિલ્મોમાં કામ કર્યું અને સિનેમાના પ્રથમ સુપરસ્ટાર બન્યા.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રાજેશ ખન્ના પોતાની દીકરીઓને ખૂબ પ્રેમ કરતા હતા.પોતાના જીવનના અંતિમ દિવસોમાં તેણે પોતાની તમામ મિલકત દીકરીઓના નામે કરી દીધી હતી પરંતુ અભિનેતાએ તેની પત્ની ડિમ્પલ કાપડિયાને એક પૈસો પણ આપ્યો ન હતો. ડિમ્પલે નાની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ કાપડિયા સાથે રાકેશ ખન્નાનું લગ્નજીવન સારું ચાલી રહ્યું ન હતું. તે તેના લગ્ન જીવનમાં બિલકુલ ખુશ ન હતા. આ બંનેનો લગ્ન સંબંધ 11 વર્ષ સુધી ચાલ્યો.રાજેશ ખન્ના લગભગ 1000 કરોડની સંપત્તિના માલિક હતા.

એવું કહેવાય છે કે આ દુનિયા છોડતા પહેલા રાજેશ ખન્ના પોતાના પરિવારના સભ્યોની સામે તેમનું વસિયતનામું વાંચવા માંગતા હતા. જમાઈ અક્ષય કુમાર, પત્ની ડિમ્પલ કાપડિયા અને કેટલાક મિત્રોની હાજરીમાં રાજેશ ખન્નાનું વસિયતનામું વાંચવામાં આવ્યું હતું.રાજેશ ખન્નાના આ વસિયતનામા અનુસાર, અભિનેતાએ તેમની તમામ સંપત્તિને બે પુત્રીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાના નામે બે સમાન ભાગોમાં વહેંચી દીધી. રાજેશ ખન્નાની 1000 કરોડની સંપત્તિમાં તેમનો પ્રખ્યાત બંગલો આશીર્વાદ, બેંક ખાતા અને અન્ય જંગમ અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!