આ ભાઈએ ગુજરાત મા દારૂબંધી હટાવી લેવા ની માંગ કરી અને સાથે તેના એવા ફાયદા જણાવ્યા કે..
આપણું એક ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં દારૂબંધી છે. આજ કારણે દિવસે ને દિવસે વિદેશી અને દેશી દારૂના દરોડા બહાર આવે છે. જો આ દારૂબંધી હટી જાય તો શું થાય? તમારા મનમાં આ વિચાર આવતો જ હશે. ચાલો અમે તમને જણાવીએ દારૂબંધી હટી જવાના ફાયદા વિશે. આ ફાયદા અમે નહીં પણ ગુજરાતનાં એજ સામાન્ય વ્યક્તિ એ જણાવ્યા છે.
દારૂબંધીના કારણે ભ્રષ્ટાચાર પણ વધી રહ્યો છે. સાથે જ ડુપ્લીકેટ દારૂ લોકો પી રહ્યા છે અને બસાથે લોકોને દારૂના નામે પોલીસ પરેશાન પણ કરી રહી છે. આ પરેશાનીમાંથી મુક્તિ અપાવવા વડોદરાના રાજીવ પટેલ અને તેમના સાથીઓ લોકોની મદદ માટે આગળ આવ્યા છે.દારૂ પીવા કે વેચવાથી પોલીસ પરેશાન કરતી હોય તો વડોદરામાંથી એક નંબર જાહેર કરવામાં આવ્યો છે અને એના ઉપર ફરિયાદ કરશો તો આ સંસ્થા મદદ પણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
દારૂ પીનાર કે વેચનારને કેસ લડવા માટે વકીલ સુધીની સુવિધા આપવામાં આવશે.બે દિવસમાં આ નંબર પર 2000થી વધારે લોકો એ ફોન કરી ને સંપર્ક કરે છે.કહેવાય છે ને કે સ્પ્રીંગને તમે જેટલી દબાવશો એટલી જ એ સમય જતાં વધુ ઉછડે છે. એવી જ રીતે દારૂબંધીના કારણે ગુજરાતમાં અનેક બનાવો છે. ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવે તો અનેક નવા સેક્ટરોમા રોજગારીની તકો વધશે અને ગુજરાતની સુખાકારી વધે છે.
દારૂબંધીના કારણે માત્ર ઝેરી કેમિકલ છોડતા ઉદ્યોગો ગુજરાતમાં શરૂ થયા અને અન્ય સેક્ટરો ગુજરાતમાં વિકાસ પામી શક્યા નથી. એક અંદાજ પ્રમાણે ગુજરાતને દારૂના વેપારમાંથી ૪૦,૦૦૦ કરોડની એકસાઇઝની આવક થાય તેમ છે.
રાજીવ પટેલ શરૂ કરેક આ અભિયાનનો એક હેતુ પણ છે અનવ તેમને જણાવ્યું છે કે, દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂનું બેફામ વેચાણ થાય છે અને પીનાર અને વેચનાર દ્વારા ભ્રષ્ટાચાર થાય. દારૂબંધી નાં કારણે રાજ્યને ટેક્સ મળતો નથી. તેમજ નકલી દારૂનું વેચાણ વધ્યું આ સિવાય દારૂ માટે પોલીસ પણ લોકોને પરેશાન કરે છે.દારૂ પીનાર કે વેચાનાર સામે કેસ કરવા માટે સહાય મળશે ખાસ કે, અભિયાન હેઠળ વકીલની સુવિધા આપવામાં આવશે.
દારૂ પીનાર અને વેચનાર પર પોલીસ અત્યાચાર કરે છે અને ભ્રષ્ટાચાર કરીને નાણાં પડાવે છે.દારૂબંધીના કારણે ગુજરાતમાં અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેવું રાજીવ પટેલ નું માનવું છે. રાજીવ પટેલ અને તેમનું ગ્રુપ આગામી સમયમાં સરકારો કે રાજકીય પક્ષોને આ બાબતે પુરાવા સાથે રજૂઆત કરશે. રાજીવ પટેલે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પરના માત્ર વડોદરા પરંતુ રાજ્યભરમાંથી લોકો તેમની આ નવી ચળવળને સમર્થન કરી રહ્યા છે.
