રાજકોટ: જ્વેલરી શોપ મા ગ્રાહક બનીને આવેલી મહીલા એ આસાનીથી ઘરેણા ચોરી લીધા ! જુઓ વિડીઓ
ખરેખર એવા દિવસો આવી ગયા છે કે ધોળે દિવસે હવે મહિલાઓ પણ ચોરી કરવા લાગી છે. હાલમાં જ એક એવો કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ જસદણમાં જ્વેલરી શોરૂમમાં ગ્રાહકનાં સ્વાંગમાં આવેલી મહિલાઓ ઘરેણા ચોરી કરી ફરાર થઈ અને આ ચોરીના બનાવની ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ છે.
.સીસીટીવીમાં કેદ થતા તેના આધારે પોલીસ દ્વારા આરોપી મહિલાઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વિગતવાર જાણવા મળ્યું હતું કે, જસદણના ચીતલિયા રોડ પર આવેલા એક જ્વેલરી શોરૂમમાં ત્રણ મહિલા ગ્રાહક બનીને આવી હતી વેપારીની નજર ચૂકવી આ પૈકીની એક મહિલાએ 35 હજાર રૂપિયાની કિંમતની બુટ્ટીની ચોરી કરી હતી.
વેપારી ભાવેશભાઈ વઘાસીયાએ આ ત્રણેય મહિલાઓ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, 3 મહિલાઓ સ્પષ્ટપણે જોવા મળી હતી. અને આ પૈકી એક મહિલા સોનાની બુટ્ટીની ચોરી કરતી પણ જોવા મળતી હતી. પોલીસે બનાવ અંગે તરત જ તપાસ શરૂ કરી સોનાના દાગીના ચોરનાર સવિતા હકાભાઇ ભોજવીયા નામની મહિલાને ઝડપી લઈ અન્ય બે મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) December 10, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.