Gujarat

રાજકોટ મા યુવતી એ એવી વાત ને લઈ ને આપઘાત કરી લીધો કે કારણ જાણી આંચકો લાગશે ! પોતાના મંગેતરે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ બનાવ બન્યો છે. આજના સમયમાં યુવાનો અને યુવતી માત્ર નજીવા કારણે પણ પોતાનો અમૂલ્ય જીવ દાવ પર લગાગી દે છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે.રાજકોટમાં યુવતી એ એવી વાત ને લઈ ને આપઘાત કરી લીધો કે કારણ જાણી આંચકો લાગશે ! પોતાના મંગેતરે એક એવી વાતની ના પાડી કે યુવતીએ જીવ આપી દીધો.

આ ઘટના અંગે વધુ જાણીએ તો, સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે રાજકોટ જિલ્લાના જસદણના વિરનગરમાં રહેતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું છે. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયેલું. આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની સગાઇ બે મહિના પૂર્વે જ થઇ હતી અને મેળામાં જવા માટે મંગેતરે મનાઈ ફરમાવતા લાગી આવ્યું હતું.

બસ આ જ કારણે યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જસદણના વીરનગરમાં રહેતી 20 વર્ષની આરતી અનિલભાઈ સાકરીયા નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.

પ્રાથમિક તપાસમાં મૃતક આરતીની બે મહિના પહેલા જ જસદણના બાખલવડ ગામે વિજય અરવિંદભાઈ પલાડીયા નામના યુવક સાથે સગાઈ થઈ હતી. બંને શુક્રવારે સોમનાથ દર્શને ગયા હતા ત્યારબાદ ત્યાંથી પરત ફર્યા અને બીજા દિવસે વિજયને બીલેશ્વર મેળામાં જવાનું કહેતા તેમણે બાઇક નહીં હોવાનું જણાવ્યું હતું અને જેને પગલે આરતીએ અંતિમ પગલું ભરી લીધું હતું.

હાલ જસદણ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.આરતી બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરની હોવાનું સામે આવ્યું છે. આ અંગે જસદણ પોલીસ મથકના સ્ટાફે નિવેદન નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પરથી એ જાણવા મળે છે, કે ક્યારેય પણ જીવનમાં કોઈપણ બાબતે આત્મહત્યા ન કરવી જોઈએ. કોઈપણ મુશ્કેલી કે દુઃખ આવે તો પોતાના સાથે એ વાતને શેર કરો. આપણું જીવન અમૂલ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!