રાજકોટ મા બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ ! જાણો પુરી ઘટના કેવી રીતે બની
આપણે જાણીએ છે કે, લૂંટના અનેક બનાવ બનતા હોય છે, ત્યારે રાજકોટમાં બિલ્ડર પ્રભાત સિંધવના 13 વર્ષના પુત્રને બંધક બનાવી 35 લાખની સનસનીખેજ લૂંટ ! જાણો પુરી ઘટના કેવી રીતે બની તેના વિશે વિગતવાર માહિતી જાણીએ. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલ રોયલ પાર્કમાં વહેલી સવારે લૂંટની ઘટના બની.
રોયલ પાર્ક સોસાયટીમાં શેરી. 7માં બિલ્ડર પ્રભાતભાઈ સિંધવનો બંગલમાં આ ઘટનાં બની. પ્રભાતભાઈ અને તેમના પત્ની અમદાવાદ ગયા હતા. ઘરમાં તેનો 14 વર્ષનો દીકરો જશ એકલો હતો તેમજ ચોકીદાર અને ઘરઘાટી તરીકે નેપાળી અનિલ ઉર્ફે રામ અને તેની પત્ની કામ કરતી હતી.ઘરમાં માત્ર જશ એકલો હોવાથી દંપતીએ એકલતાનો લાભ લઈ લેવા બંનેએ બે નેપાળી શખ્સને બોલાવી જશને ને બંધક બનાવ્યો.
ત્યારબાદ ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 35 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, અનિલ અને તેની પત્ની દોઢથી બે મહિના પહેલા પ્રભાતભાઈના બંગલામાં ઘરઘાટી અને ચોકીદાર તરીકે કામ કરવા આવ્યા હતા.પત્ની ઘરકામ કરતી હતી એટલે બંગલાના ખૂણે ખૂણાથી વાકેફ હતી. ઘરમાં માત્ર જશ એકલો હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો. નેપાળી દંપતીના રાજકોટમાં રહેતા તેમના ઓળખીતા નેપાળી બે શખ્સને બોલાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
લૂંટની જાણ થતા જ અમદાવાદ ગયેલા પ્રભાતભાઈ અને તેમના પત્ની 4 કલાકમાં અમદાવાદ એરપોર્ટથી વિમાનમાં પરત રાજકોટ પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા જશના કાકા જયેશભાઈ સિંધવ તાત્કાલિક પહોંચીને પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ કાફલો દોડી જઈ બંગલામાં લૂંટની ઘટના અંગે તપાસ શરૂ કરી છે. તેમજ આરોપીઓના ફોટો જાહેર કરી લોકોને અપીલ કરી છે કે આસપાસમાં ક્યાય પણ આવા શખ્સો જોવા મળે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
યુનિવર્સિટી પોલીસે તમામ આરોપીના ફોટા જાહેર કર્યા છે તેમજ જાહેર જનતાને અપીલ કરી છે કે આરોપીઓમાં ત્રણ પુરુષ અને એક સ્ત્રી છે, જેમાં એક પુરુષે લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું છે. આ શખસો તમારી આસપાસ જોવા મળે કે મુસાફરી દરમિયાન પણ આસપાસમાં જોવા મળે તો યુનિવર્સિટી પોલીસને જાણ કરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે, જેથી તાત્કાલિક આરોપીઓ પકડી શકાય. આ ઘટના સૌ કોઈ માટે ચેતવણી સમાન છે, કોઈપણ વ્યક્તિને કામે રાખતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, જેથી કરી આવા બનાવો ન બને.