રાજકોટ: મહીલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો ! અંતિમ વિડીઓ મા કીધુ કે ” કુવાડવાના સરપંચ પતિએ ‘આ જગ્યામાં
ગુજરાતમાં આત્મહત્યાનાં અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો છે કે, રાજકોટ શહેરનાં લોઠડા ગામની મહિલાએ ઉંદર મારવાની દવા પી આત્મહત્યા કરી છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મોત પહેલાં સારવારમાં રહેલી મહિલાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, કુવાડવાના સરપંચ પતિએ ‘આ જગ્યામાં રહેશો તો મારવા પડશે’ તેવી ધમકી આપી હતી. આથી મેં આ પગલું ભર્યું છે.
આ ઘટનામાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, મૃતક મહિલાએ વીડિયો બનાવ્યા બાદ તેનો સારવાર દરમિયાન મોડી રાત્રે મહિલાનું મોત થયું. મીડિયા તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકના પતિએ કુવાડવાના સરપંચના પતિ સામે પત્નીને મરવા મજબૂર કરવા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો લોઠડા રહેતા અને મજૂરી કામ કરતા ચતુરભાઈ દામજીભાઈ સાડમીયાએ કુવાડવા ગામના સરપંચના પતિ સંજય પોલાભાઈ પીપળિયા
વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.26 સપ્ટેમ્બરના રોજ મૃતક મહિક બાળકો સાથે કુવાડવા ગામે ઝૂંપડા પાસે બાપાની ધાર પાસે ચારબાઈ માતાજીના મંદિરે નોરતાં આવતાં હોવાથી સાફ-સફાઈ કરવા ગયાં હતાં. ત્યાં જ મંજુબેન ઉંદર મારવાની દવા પી ગયાં હતા
મૃતક મહિલા એ મંદિરે નિવેદન આપ્યું છે કે, સાફ-સફાઈ કરતાં હતાં ત્યારે કુવાડવા સરપંચનો પતિ સંજયે આવી આ જગ્યાની સાફ-સફાઈ ના કરતા. આ જગ્યા મેં બીજાને ફાળવી દીધી છે. આ જગ્યામાં તમારો કોઈ હક્ક નથી, તમને અગાઉ ત્રણ વર્ષ પહેલાં આ જગ્યા પરથી કાઢી મૂક્યાં હતાં તો તમે પાછાં કેમ આવ્યાં?
તમે અહીં રહેશો તો પાછા મારવા પડશે તેમ કહેતા મારી પત્નીએ આ મંદિર અમારું છે તમે અત્યાચાર કરશો તો હું આત્મહત્યા કરી લઈશ તેમ કહી ઉંદર મારવાની દવા પી ગયા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સરપંચ પતિ સંજય સામે ફરિયાદ નોંધાવતા PSI પાંડાવદરા સહિતના સ્ટાફ કાર્યવાહી શરૂ કરી છે.