રાજકોટ : 16 વર્ષની તરુણીએ 30 વર્ષના યુવાન સાથે ટ્રેન નીચે પડ્તું મૂક્યું! પરિવારે હ્દયકંપાવી દે એવી હકીકત જણાવી…
પ્રેમ પ્રકરણને લઈને અનેક લોકો આત્મહત્યા કરે છે, ત્યારે હાલમાં જ એક ચુનારાવાડના પ્રેમી યુગલે બિલેશ્ર્વર પાસે ટ્રેન નીચે પડતું મુકીને પોતાનું જીવન ટૂંકાવ્યું. આ ઘટના અંગે વધું વિગતવાર માહિતી જાણીએ. દિવસેને દિવસે અનેક આત્મહત્યાના ચોંકાવનાર બનાવો સામે આવે છે. માત્ર 16 વર્ષની તરૂણ વયની પ્રેમિકા અને 30 વર્ષના પાડોશી પ્રેમી સાથે જીવન ટૂંકાવ્યુ અને કારણ પણ એવું કે જાણીને તમે ચોકી જશો.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, ચુનારાવાડ શેરી નંબર 11-12ના ખૂણે રહેતા મનોજ બીજલભાઇ ગુજરીયા નામના 30 વર્ષના કોળી યુવાનને તેના પાડોશમાં રહેતી રાધિકા વિનોદભાઇ મકવાણા નામની 16 વર્ષની તરૂણી વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ થયો હતો અને મનોજની ઉંમર વધુ હોવાથી પરિવાર લગ્ન માટે રાજી ન થયા. જે રીતે દરેક પ્રેમ પ્રકરણમાં બને છે એમ જ આ બંને પણ ભાગી ગયા.
દુઃખ ઘટના એવી બની હતી કે, સવારે આઠેક વાગ્યે બંનેનાં મૃતદેહ બિલેશ્ર્વર પાસે ટ્રેન નીચે કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.. આ બનાવ અંગે પોલીસને જાણ થતા કુવાડવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા બંનેના ખિસ્સામાંથી મળી આવેલા કાર્ડ અને મોબાઇલના આધારે મૃતદેહની ઓળખ મળી હતી જેથી તાત્કાલિક પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા હોસ્પિટલમાં દાખલ કરેલ.
આ ઘટના અંગે પરિવારને જાણ થતાં જ તેમને ચોંકાવનારી વાત પોલીસને જણાવી હતી કે, બંને વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હતો તેમજ બંનેનાં લગ્નની વિરુદ્ધ પણ હતા. આખરે આ બંને પ્રેમી યુગલે જીવન ટૂંકાવી લીધુ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે ક એકના પિતા ડ્રાઇવર છે, જ્યારે બીજાના પિતા છુટક મજુરી કામ કરે છે. પરિવારે કહ્યું કે, દીકરી ઉંમર લાયક હોત તેના લગ્ન શક્ય હતા.